Home /News /sport /

IPL 2022 Auction: આવેશ ખાન બન્યો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી, હરાજીમાં 50 ગણો મોંઘો વેચાયો

IPL 2022 Auction: આવેશ ખાન બન્યો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી, હરાજીમાં 50 ગણો મોંઘો વેચાયો

આવેશ ખાનને આઈપીએલની નવી ફ્રેન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સે (Lucknow Super Giants) 10 કરોડની કિંમતમાં ખરીદ્યો

IPL 2022 Auction news - આઈપીએલ-2022ની હરાજીમાં ઘણા ખેલાડીઓના નસીબ ચમક્યા છે

  નવી દિલ્હી : આઈપીએલ-2022ની હરાજીમાં (IPL 2022 Auction)ઘણા ખેલાડીઓના નસીબ ચમક્યા છે તો ઘણા ખેલાડીઓને નિરાશા હાથ લાગી છે. ઘરેલું ક્રિકેટમાં મધ્ય પ્રદેશ તરફથી રમનાર આવેશ ખાનને (Avesh Khan)લોટરી લાગી ગઈ છે. 20 લાખની બેસ પ્રાઇસવાળો આ બોલર 50 ગણી વધારે કિંમત પર વેચાયો છે. આવેશ ખાનને આઈપીએલની નવી ફ્રેન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સે (Lucknow Super Giants) 10 કરોડની કિંમતમાં ખરીદ્યો છે. આ સાથે જ તે આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે. આવેશ અત્યાર સુધી ભારત માટે ત્રણેયમાંથી એકપણ ફોર્મેટમાં રમ્યો નથી. હરાજી પહેલા એ વાતની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ વખતે તેને મોટી કિંમત મળશે અને આવું જ થયું હતું.

  આવેશ ખાન પહેલા સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમ હતો

  આવેશ ખાન પહેલા સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમ (Krishnappa Gowtham)હતો. ગૌતમને ગત વર્ષે આઈપીએલની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK)9.25 કરોડમાં ખરીદ્યો હતો. તે ક્રુણાલ પંડ્યાને પછાડી સૌથી મોઘોં અનકેપ્ડ ખેલાડી બન્યો હતો. આવેશ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં પસંદ થયો હતો. જોકે તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. તેની 16 ફેબ્રુઆરીથી શરુ થતી 3 ટી-20 શ્રેણી માટે પણ પસંદગી થઇ છે. આશા છે કે તેને ડેબ્યૂની તક મળી જાય.

  આ પણ વાંચો - રૈના સહિત આ દિગ્ગજો પર કોઇએ બોલી ના લગાવી, 3 તો કેપ્ટન પણ રહી ચૂક્યા છે

  આવેશ ખાનને ખરીદવા માટે 4 ટીમો વચ્ચે થઇ જંગ

  આવેશ ખાન 2018થી દિલ્હી કેપિટલ્સની સાથે છે. ગત સિઝનમાં તેને સેલેરી તરીકે 70 લાખ રૂપિયા મળ્યા હતા. જોકે આ વખતે કરોડપતિ બની ગયો છે. આ ફાસ્ટ બોલર પર ઓક્શનમાં પ્રથમ બોલી ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સે લગાવી હતી. આ પછી લખનઉ સુપર જાયન્ટ્સ પણ ઉતરી હતી. ધીરે-ધીરે બોલી એક કરોડ સુધી પહોંચી હતી. સીએસકે અને લખનઉ વચ્ચે આવેશને ખરીદવા હોડ લાગી હતી.

  બોલી 3.4 કરોડે પહોંચી તો બીડિંગમાં મુંબઈ ઇન્ડિયન્સની એન્ટ્રી થઇ હતી અને બોલી રસપ્રદ બનાવી હતી. લખનઉ અને મુંબઈ પાછળ હટવાનું નામ લેતા ન હતા. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ પણ બીડિંગમાં આવ્યું હતું. આખરે 10 કરોડમાં લખનઉએ આવેશ ખાનને ખરીદ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: IPL 2022, IPL 2022 Mega Auction

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन