Home /News /sport /

IPL 2022: અમદાવાદની IPL ટીમને મળી શકે છે આ સ્પિનર, ચોપરાના મતે બનશે હુકમનું પાનું

IPL 2022: અમદાવાદની IPL ટીમને મળી શકે છે આ સ્પિનર, ચોપરાના મતે બનશે હુકમનું પાનું

IPL 2022 Ahmedabad IPL Team : આઈપીએલનું મેગા ઓક્શન જાન્યુઆરીમાં થવાનું છે પરંતુ તેના પહેલા ટીમની પસંદગી અંગે ઘણી વાર્તાઓ થવા લાગી છે ત્યારે એક્સપર્ટ ચોપરાના મતે ચહલ હુકમનું પાનું થઈ શકે છે

IPL 2022 Ahmedabad Team : ભારતના ભૂતપૂર્વ ઓપનર અને હવે કોમેન્ટેટર આકાશ ચોપરાને લાગે છે કે, ચહલ આગામી IPL 2022ની હરાજીમાં હુકમનું પાનું હશે.

    IPL 2022 Mega Auction : આઇપીએલ 2022 (IPL 2022)ની મેગા હરાજી અગાઉ આઠ ફ્રેન્ચાઇઝીઓએ જાહેર કરેલી રિટેન્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ને મુક્ત કર્યો હતો. જોકે, 139 વિકેટ સાથે ચહલ IPLના ઈતિહાસમાં RCBનો સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. પરંતુ ફ્રેન્ચાઇઝીએ વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

    આ બાબતે ભારતના ભૂતપૂર્વ ઓપનર અને હવે કોમેન્ટેટર આકાશ ચોપરાને લાગે છે કે, ચહલ આગામી IPL 2022ની હરાજીમાં હુકમનું પાનું હશે. આવી સ્થિતિમાં આઇપીએલ 2022ની હરાજી પહેલા જો ચહલને બે નવી ફ્રેન્ચાઇઝીઓમાંથી એક દ્વારા પસંદ કરવામાં નહીં આવે તો તે વધુ રકમ મેળવી શકશે.

    તેને યોગ્ય વળતર નથી મળી રહ્યું

    આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પરના વિડીયોમાં જણાવ્યું હતું કે, પ્રામાણિકતાથી કહીએ તો તેને યોગ્ય વળતર નથી મળી રહ્યું, તે જે સ્તરનો બોલર છે તે જોતા મને લાગે છે કે તેની યોગ્ય મળવું જોઈએ. આરસીબીએ તેને આઇપીએલમાં જાળવી રાખ્યો નથી.

    આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન, T20માં છે આ ખેલાડીઓની ધાક

    જો યુઝવેન્દ્ર ચહલ અમદાવાદ ટીમમાં નહીં જાય તો તેને ખૂબ ઊંચા ભાવે વેચી દેવામાં આવશે

    તેણે વધુમાં જણાવ્યું કે, મારા મતે આ બાબત તો તે ડ્રાફ્ટમાં પહેલેથી જ હશે. કદાચ ટીમ અમદાવાદ માટે આવું હશે. જો યુઝવેન્દ્ર ચહલ અમદાવાદ ટીમમાં નહીં જાય તો તેને ખૂબ ઊંચા ભાવે વેચી દેવામાં આવશે. ચોપરાએ વર્તમાન સમયે ચાલતી વિજય હઝારે ટ્રોફીમાં ચહલના દેખાવને ટાંકીને કહ્યું કે, તેણે 4.35 RPOના ઇકોનોમી રેટથી અને 15ની સરેરાશથી 14 વિકેટ ઝડપી છે. ચહલે દરેક મેચમાં વિકેટ ઝડપી છે અને દરેક મેચમાં તે ખૂબ ઓછા રન આપ્યા છે.



    RCB ચહલ સાથે પૈસા બાબતે સમજૂતી કરી શકી નહીં

    અહેવાલો અનુસાર, RCB ચહલ સાથે પૈસા બાબતે સમજૂતી કરી શકી નહીં, જેથી તે તેને જાળવી રાખવામાં અસમર્થ હતી. કારણ કે તેઓ તેની. કોહલી અને મેક્સવેલ ફ્રેન્ચાઇઝી માટે પ્રમાણમાં સ્પષ્ટ પસંદગીઓ હતા.

    આ પણ વાંચો : Yo-Yo Test : ખેલાડી 8 મિનિટમાં 2 કિમી નહીં દોડે તો કપાઈ જશે પગાર! ક્રિકેટ બોર્ડનો આકરો નિર્ણય

    સિરાજની પસંદગીએ ઘણાને આશ્ચર્યચકિત કરી દીધા

    મેક્સવેલની જબરદસ્ત સિઝનના કારણે તેની પસંદગી સ્પષ્ટ જણાતી હતી. હકીકત તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા એબી ડી વિલિયર્સની ગેરહાજરીમાં તેને ફ્રેન્ચાઇઝીનો આગામી કેપ્ટન અને સ્ટાર ખેલાડી તરીકે ગણવામાં આવી રહ્યો છે. બીજી તરફ સિરાજની પસંદગીએ ઘણાને આશ્ચર્યચકિત કરી દીધા હતા તેને ટિમમાં મહત્વનો બોલર ગણવામાં આવ્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IPL 2022, IPL 2022 Mega Auction, IPL Ahmedabad Team

    આગામી સમાચાર