IPL Mega Auction પહેલા અમદવાદ-લખનૌ ટીમના પહેલા ખેલાડીને મળી છે 15 કરોડની રકમ : Report
IPL Mega Auction પહેલા અમદવાદ-લખનૌ ટીમના પહેલા ખેલાડીને મળી છે 15 કરોડની રકમ : Report
IPL Ahmedabad Lucknow Team : આઈપીએલ 2022માં અમદાવાદ અને લખનૌની ટીમના પ્રથમ ખેલાડીને મળશે કરોડોની ડીલ : રિપોર્ટ
IPL 2022 : IPLની આગામી સિઝન (IPL 2022 Season) બે નવી ટીમો અમદાવાદ (Ahmedabad) અને લખનૌ (Lucknow) સાથે રમાશે. આ પહેલા ઇન્ડિયન પ્રીમીયર લીગ-2022 (IPL 2022) માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જાણો શું છે મેગા ઓક્શન પહેલાનો રિપોર્ટ
IPL 2022 : IPLની આગામી સિઝન (IPL 2022 Season) બે નવી ટીમો અમદાવાદ (Ahmedabad) અને લખનૌ (Lucknow) સાથે રમાશે. આ પહેલા ઇન્ડિયન પ્રીમીયર લીગ-2022 (IPL 2022) માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. હાલ આગામી મહિને યોજાનાર મેગા ઓક્શન (IPL Mega Auction 2022)ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આઈપીએલની 8 ટીમોએ નવેમ્બર 2021માં તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરી હતી અને હવે બે નવી ટીમોનો પસંદગી કરવાનો વારો આવ્યો છે.
નિયમો અનુસાર લખનૌ ટીમ અને અમદાવાદ ટીમને હરાજી પહેલા 3-3 ખેલાડીઓની પસંદગી કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમની પાસે BCCIને લિસ્ટ જમા કરાવવા માટે 22 જાન્યુઆરી સુધીનો સમય છે.
3 પસંદગી માટે 33 કરોડનું પર્સ
ક્રિકબઝ મુજબ બંને ટીમો અમદાવાદ અને લખનૌને 3 ખેલાડી પસંદ કરવા માટે 33 કરોડ રૂપિયાનું પર્સ ફાળવવામાં આવ્યું છે. પ્રથમ પસંદગીના રીટેન્શનને રૂ.15 કરોડની રકમ ચૂકવવામાં આવશે, જ્યારે બીજી પસંદગી રૂ.11 કરોડની કમાણી કરશે. તેમના દ્વારા કરવામાં આવેલ ત્રીજી પસંદગી 7 કરોડ રૂપિયાની કમાણી કરશે.
જો કોઈ ટીમ 2 ખેલાડીઓને પસંદ કરે છે, તો પ્રથમ પસંદગીને 14 કરોડ રૂપિયા મળશે. જ્યારે બીજા ખેલાડીને 10 કરોડ રૂપિયા મળશે. જો કોઈપણ ટીમ માત્ર 1 ખેલાડીને રીટેન કરે છે તો તેણે 14 કરોડ રૂપિયા આપવા પડશે. જ્યારે અનકેપ્ડ ખેલાડીને 4 કરોડ રૂપિયા આપવામાં આવશે. અહેવાલો અનુસાર ટીમ માત્ર એક અનકેપ્ડ ખેલાડીને પસંદ કરી શકે છે. IPL 2022 મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાશે.
IPL 2022માં હાર્દિક પંડ્યાની અમદાવાદની ટીમના કેપ્ટન તરીકે પસંદગી થઈ હોવાનો રિપોર્ટ
હાર્દિક અમદાવાદનો કેપ્ટન
પીટીઆઈ અનુસાર હાર્દિક પંડ્યા અમદાવાદ સ્થિત આઈપીએલ ટીમ સાથે જોડાશે અને આઈપીએલ 2022માં તેની કેપ્ટનશિપની શરૂઆત કરશે. તે 2015 થી 2021 સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો.
IPL 2020 અને 2021માં પંજાબ કિંગ્સ (PBKS) ની કેપ્ટનશિપ સંભાળનાર KL રાહુલે લખનૌની IPL ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયારી દર્શાવી છે. અનેક અહેવાલોએ પુષ્ટિ કરી છે કે તે આ ટીમમાં જોડાશે અને તેને ટોચનું સ્થાન પણ આપવામાં આવશે. ગૌતમ ગંભીર, એન્ડી ફ્લાવર અને વિજય દહિયા ટીમના બેકરૂમ સ્ટાફ સાથે જોડાઈ ચૂક્યા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર