Home /News /sport /IPL 2022: અમદાવાદની IPL ટીમને મળશે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચ? લગભગ નામ નક્કી

IPL 2022: અમદાવાદની IPL ટીમને મળશે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચ? લગભગ નામ નક્કી

IPL Ahmedabad Team Name:અમદાવાદની IPL ટીમના મુખ્ય કોચ તરીકે (IPL Ahmedabad Team Coach) આશિષ નહેરા (Ashish Nehra) મેન્ટર તરીકે ગેરી કર્સ્ટન (Gary Kirtsten) અને ટીમ ડાયરેક્ટર તરીકે વિક્રમ સોલંકી (Vikram Solanki)ની પસંદગી કરવામાં આવી છે. સોલંકીએ જ હાર્દિક સહિતના ત્રણ પ્લેયરના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા હતા.

IPL 2022 Ahmedabad Team Coaching Staff : IPL 2022નું મેગા ઓક્શન(IPL 2022 Mega Auction) હવે ટૂંક સમયમાં યોજાનાર છે અને તમામ ફ્રેન્ચાઇઝી તેની તૈયારીઓમાં લાગી ચૂકી છે. તેવામાં નવી ફ્રેન્ચાઇઝી અમદાવાદ(IPL Ahmedabad Team Coaching Staff)એ કોચિંગ સ્ટાફનું લીસ્ટ જાહેર કર્યુ છે.

વધુ જુઓ ...
IPL 2022: IPL 2022નું મેગા ઓક્શન(IPL 2022 Mega Auction) હવે ટૂંક સમયમાં યોજાનાર છે અને તમામ ફ્રેન્ચાઇઝી તેની તૈયારીઓમાં લાગી ચૂકી છે. તેવામાં નવી ફ્રેન્ચાઇઝી અમદાવાદ(IPL Ahmedabad Team Coaching Staff)એ કોચિંગ સ્ટાફનું લીસ્ટ જાહેર કર્યુ છે. આગામી સીઝનમાં પહેલી વાર આ ટૂર્નામેન્ટનો ભાગ બનશે. અમદાવાદ ફ્રેન્ચાઇઝી (Ahmedabad franchisee) તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયારીઓ કરી રહી છે. હવે ટીમે તેના દિગ્ગજ કોચિંગ સ્ટાફની જાણકારી આપી છે.

નવી ફ્રેન્ચાઇઝીના કોચિંગ સ્ટાફનો ખુલાસો

ક્રિકબઝ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર, નવી ફ્રેન્ચાઇઝીએ તેમની ટીમ સાથે જે દિગ્ગજોને સામેલ કર્યા છે, તેમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કોચ ગેરી કર્સ્ટન (Gary Kirsten), ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરા (ashish nehra) અને વિક્રમ સોલંકી (Vikram Solanki)ના નામ સામેલ છે. ગેરી કર્સ્ટને ભારતીય ક્રિકેટ ટીમના કોચની ભૂમિકા પણ નિભાવી છે. આ સાથે તેમણે RCB ફ્રેન્ચાઈઝી સાથે પણ કામ કર્યું છે.

એટલે કે તેમની પાસે કોચિંગનો ઘણો અનુભવ છે અને નવી ફ્રેન્ચાઈઝી અમદાવાદને એવા કોચની જરૂર છે, જે ભારતીય ખેલાડીઓની સાથે સાથે વિદેશી ક્રિકેટરો સાથે પણ ખાસ તાલમેલ ધરાવતા હોય અને ટીમને સાચી દિશા બતાવી શકે. આશિષ નેહરા વિશે વાત કરીએ તો તે ઘણીવાર કોમેન્ટ્રી કરતો જોવા મળે છે. તેમની પાસે કોચ તરીકે ઘણો અનુભવ છે.

આ પણ વાંચો : Harbhajan Singh: હરભજનસિંઘે જાહેર કરી નિવૃત્તિ,ત્રણ યાદગાર પળોનો કર્યો ઉલ્લેખ

CVC કેપિટલને મળી શકે છે લીલી ઝંડી

વિક્રમ સોલંકીની વાત કરીએ તો ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર પાસે પણ કોચિંગનો અનુભવ છે. તેથી ફ્રેન્ચાઇઝીને આ ત્રણેય દિગ્ગજો પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. અત્યાર સુધીમાં, ટીમ દ્વારા તેના કોચિંગ સ્ટાફ વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી આપવામાં આવી. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે BCCI ટૂંક સમયમાં અમદાવાદની ફ્રેન્ચાઈઝી ખરીદનાર કંપની CVC કેપિટલને લીલી ઝંડી આપવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન, T20માં છે આ ખેલાડીઓની ધાક

વિવાદ ઉભો થયો હતો

CVC કેપિટલની ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારની લિંક્સ જાહેર થયા બાદ વિવાદ ઉભો થયો હતો. જે બાદ કંપનીને ફ્રેન્ચાઇઝીનો લેટર ઓફ ઇન્ટેન્ટ આપવામાં આવ્યો નહોતો. પરંતુ હવે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલોની માનીએ તો સીવીસી કેપિટલને જલદી જ લેટર ઓફ ઇન્ટેન્ટ આપવામાં આવશે. બીસીસીઆઈની ત્રણ સભ્યોની કાયદાકીય સમિતિએ આ મુદ્દે ક્લીનચીટ આપી દીધી છે.
First published:

Tags: IPL 2022 Mega Auction, IPL Ahmedabad Team

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો