IPL 2022: IPLમાં શામેલ થશે અમદાવાદની ટીમ? BCCIને કમિટીએ સોંપ્યો છે આ 'રિપોર્ટ'
IPL 2022: IPLમાં શામેલ થશે અમદાવાદની ટીમ? BCCIને કમિટીએ સોંપ્યો છે આ 'રિપોર્ટ'
IPL Ahmedaba Team : શું 2022માં રમી શકશે આઈપીએલમાં અમદાવાદની ટીમ જાણો શું છે બીસીસીઆઈના અહેવાલમાં
IPL Ahmedabad Team CVC Capital News : અમદાવાદની ટીમ(Ahmedabad IPL Team)ના ભવિષ્ય પર સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. અમદાવાદ ફ્રેન્ચાઇઝીને ખરીદવાનાર સીવીસી કેપિટલ (CVC Capital IPL Ahmedabad Team Dispute)ના બેકગ્રાઉન્ડને લઇને જ્યારે વિવાદ ઘેરાયો ત્યારે બીસીસીઆઇ (BCCI comitee ) દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું.
IPL 2022: ઇન્ડિયન પ્રીમયર લીગ(PL 2022)ની નવી સીઝનમાં સામેલ થવાને લઇને અમદાવાદની ટીમ(Ahmedabad IPL Team)ના ભવિષ્ય પર સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. અમદાવાદ ફ્રેન્ચાઇઝીને ખરીદવાનાર સીવીસી કેપિટલ (CVC Capital IPL Ahmedabad Team Dispute)ના બેકગ્રાઉન્ડને લઇને જ્યારે વિવાદ ઘેરાયો ત્યારે બીસીસીઆઇ (BCCI comitee ) દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિટીએ પોતાની રીપોર્ટ બોર્ડને સુપરત કરી છે.
BCCI લેશે અંતિમ નિર્ણય : સુપ્રીમ કોર્ટના રીટાયર્ટ જજ જસ્ટિસ કેએસ રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી કમિટીએ રીપોર્ટ સોંપી દીધી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર બીસીસીઆઇએ કમિટીને આ મામલે તપાસ કરીને પોતાની સલાહ રજૂ કરવા જણાવ્યું હતું. હવે કમિટીએ રીપોર્ટ સોંપી દેતા અંતિમ નિર્ણય બીસીસીઆઇ જ કરશે.
આપને જણાવી દઇએ કે, રવિવારે એટલે 26 ડિસેમ્બરે, આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં અમદાવાદ ટીમના ભવિષ્ય, આઇપીએલ ઓક્શનની તારીખ સહિત અન્ય મામલાઓ પર ચર્ચા કરાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે હવે કમિટીની રીપોર્ટ આવી ગયો છે, તો અમદાવાદ ફ્રેચાઇઝી સાથે જોડાયેલ વિવાદ જલદી જ ખતમ થઈ શકે છે અને ઓક્શનની ઓફિશ્યલ તારીખની જાહેરાત પણ કરવામાં આવી શકે છે.
CVC ગ્રુપ રૂ. 5625 ખરીદી હતી ફ્રેન્ચાઇઝી
અમદાવાદ ટીમને સીવીસી ગ્રુપે રૂ. 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી. વિવિધા એટલે વકર્યો હતો કે સીવીસી ગ્રુપનું અમુક બેટિંગ કંપનીઓમાં રોકાણ છે. આ મામલે બીસીસીઆઇએ તપાસ સમિતિ બેસાડી હતી. એવામાં ટીમ અને ડીલ બંને પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
આઇપીએલ 2022માં કુલ બે નવી ટીમો ભાગ લેવા જઇ રહી છે. જે પૈકી અમદાવાદ સિવાય લખનઉ પણ સામેલ છે. લખનઉ ટીમને 7090 કરોડ રૂપિયામાં સંજીવ ગોએંકાએ RPSG ગ્રુપે ખરીદી હતી. લખનઉની ટીમ અત્યાર સુધીમાં મુખ્ય કોચ તરીકે એન્ડી ફ્લાવર, મેન્ટોર તરીકે ગૌતમ ગંભીરની નિયુક્તિ કરી ચૂકી છે.
આઇપીએલ 2022 માટે મેગા ઓક્શન ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. IPL 2022 મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થશે. હરાજી પહેલા, લખનૌ અને અમદાવાદની બે નવી ફ્રેન્ચાઈઝીઓને હરાજીની બહાર તેમની ટીમોમાં ત્રણ ખેલાડીઓની પસંદગી કરવાની મંજૂરી આપવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર