Home /News /sport /

IPL 2022: IPLની 15મી સિઝન અંગે BCCIના સેક્રેટરી જય શાહે આપ્યા મોટા સમાચાર, જાણો ક્યાં રમાશે ટુર્નામેન્ટ

IPL 2022: IPLની 15મી સિઝન અંગે BCCIના સેક્રેટરી જય શાહે આપ્યા મોટા સમાચાર, જાણો ક્યાં રમાશે ટુર્નામેન્ટ

જય શાહ અને સૌરવ ગાંગુલની ફાઇલ તસવીર

IPL 2022: બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આઈપીએલ 15ના આયોજન અંગે મોટા સમાચાર આપી દીધા છે. આઈપીએલ રસિયાઓ જાણી લો આવતા વર્ષે મેચ જોવા મળશે કે નહીં?

  IPL-2022: કોરોનાવાયરસની ગતિ ધીમી પડી ગયા બાદ ભારતમાં હવે સ્થિતિ પૂર્વવત થઈ ગઈ છે. ઓફિસો ફરીથી શરૂ થઈ ગઈ છે અને ટ્રેન અને બસમાં ચક્કાજામ મેદની જોવા મળે છે. 100 કરોડરસીકરણના આત્મવિશ્વાસે કોરોનાના ભુક્કા બોલાવી નાખ્યા છે. આ સ્થિતિમાં હવે દેશમાં પહેલાની જેમ મોટી રમતોના આયોજન થઈ શકે છે. અલબત ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલમાં ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. જોકે, આઈપીએલ 2022 અંગે નિર્ણય લેવાનો નહોતો. આજે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આઈપીએલ 2022ના આયોજન અંગે માહિતી આપી દીધી છે.

  ચેન્નાઈમાં 'ચેમ્પિયન્સ કોલ' ઈવેન્ટમાં વાત કરતા જયશ શાહે સ્પષ્ટપણે જણાવ્યું કે આઈપીએલ 2022નું આયોજન ભારતમાં થશે. જય શાહે કહ્યું, 'હું જાણું છું કે આપ સૌ ચેન્નાઈને ચેપોકમાં રમતી જોવા માંગો છે. જોકે, હવે એ ક્ષણો દૂર નથી. આઈપીએલની 15મી સિઝન ભારતમાં જ યોજાશે અને બે નવી ટીમ સાથે ખાસ ઉત્સુકતાથી સભર હશે'

  મેગા ઓક્શન થશે

  જય શાહે ઉમેર્યુ, ' આગામી દિવસોમાં મેગા ઓક્શન આવી રહ્યુ છે. નવું કોમ્બિેનેશ કેવું રહેશે તે જોવું પણ રસપ્રદ રહેશે. ' આઈપીએલ 2021ની શરૂઆત તો ભારતમાં થઈ હતી પરંતુ કોવિડની વણસેલી સ્થિતિના કારણે પડતી મૂકવી પડી હતી. હવે દુબઈમાં વર્લ્ડટી-20 પહેલાં જ તેનું સમાપન થયું છે.

  આ પણ વાંચો :  cricket: વામિકા-ઝીવા-અનાઝીયા, અગતસ્ય, જાણો ભારતના ક્રિકેટરોના બાળકોનાં નામોનો અર્થ શું થાય

  ધોનીએ ચેન્નાઈમાં રમવા અંગે અસંમજસતા દર્શાવી

  એ.એન.આઈના અહેવાલ મુજબ મહેન્દ્રસિંઘ ધોનીએ જમાવ્યું છે કે આઈપીએલ 2022 એપ્રિલમાં થવાની છે. આ હજુ નવેમ્બર છે.તે ઉતાવળે કોઈ નિર્ણય લેવા માંગતો નથી. ધોનીએ ચેન્નાઈ ખાતેના એક કાર્યક્રમમાં આ અંગે નિવેદન આપ્યું છે. ધોનીએ કહ્યું કે હજુ આ અંગે વિચારવાનો ઘણો સમય છે. અત્યાર નવેમ્બર છે. આઈપીએલ 2022ની એપ્રિવલમાં રમાશે. આ અંગે નિર્ણય સમય આવે કરીશ' અગાઉ ચેન્નાઈ સુપરકિંગ્સ ધોનીને રિટેઇન કરવાની તૈયારી દર્શાવી ચુક્યું છે પરંતુ માહીએ આ અંગે અગાઉ પણ કોઈ દબાણ ઉભું કર્યુ નહોતું.

  આ પણ વાંચો : T20 World cup: નિવૃતીની અટકળો વચ્ચે ક્રીસ ગેલના ટ્વીટથી રહસ્ય ઘેરાયું, શું હજુ રમશે સિક્સર કિંગ?

  હું નથી ઈચ્છતો કે મારી ફ્રેન્ચાઈઝીને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય'

  આઈપીએલ 2021 ની ફાઇનલ બાદ મેચ બાદ પ્રેઝેન્ટેશન સેરેમનીમાં હર્ષા ભોગલેએ ધોનીને આવતા વર્ષે આઈપીએલ રમવા વિશે પ્રશ્ન પૂછ્યો. તેથી ધોનીએ તેને ચેન્નઈ સુપર કિંગ્સ અને BCCI પર છોડી દીધું. તેમણે કહ્યું કે બીસીસીઆઈ પર ઘણું નિર્ભર રહેશે. કારણ કે લીગમાં 2 નવી ટીમો આવવા જઈ રહી છે અને આપણે નક્કી કરવાનું છે કે CSK માટે શું સારું રહેશે. હું નથી ઈચ્છતો કે મારી ફ્રેન્ચાઈઝીને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય.' જોકે, ધોનીએ હસતા હસતા એવું પણ કહ્યું હતું કે હું હજુ નિવૃત્ત નથી થયો.
  Published by:Jay Mishra
  First published:

  Tags: IPL 2022, Jay Shah, ક્રિકેટ ન્યૂઝ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन