IPL 2021: વિરાટ કોહલી આ ખાસ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે

  • Share this:
    નવી દિલ્હી: વિરાટ કોહલીએ અનેક બેટિંગ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે આઇપીએલ (IPL2021)ની વર્તમાન સીઝનમાં વિશેષ રેકોર્ડ બનાવી શકે છે. હજી સુધી કોઈ ભારતીયએ આ કામ નથી કર્યું. મહત્વનું છે કે, આપીએલ 9 એપ્રિલથી શરૂ થશે. પહેલી મેચ ભૂતપૂર્વ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. અને કોહલી બેંગ્લોરની ટીમનો કેપ્ટન છે.

    ટી 20ની વાત કરીએ તો હજી સુધી કોઈ ભારતીય ખેલાડી 10 હજાર રનના આંકડાને સ્પર્શી શક્યો નથી. વિરાટ કોહલી 9731 રન સાથે સૌથી વધુ રન બનાવનાર છે. જો હાલની સીઝનમાં કોહલી 269 રન બનાવશે તો તેના 10,000 રન પૂરા થશે. હજી સુધી કોઈ ભારતીય ક્રિકેટરે આ કામ નથી કર્યું. મુંબઇના કેપ્ટન રોહિત શર્મા 9065 રન સાથે બીજા ક્રમે છે. તેના માટે વર્તમાન સીઝનમાં 10,000 રનનો આંકડો સ્પર્શ કરવો મુશ્કેલ દેખાઇ રહ્યો છે.

    અમદાવાદ: વીડિયો કૉલમાં યુવતીને અર્ધનગ્ન થવાનું કહી તસવીરો પાડી લીધી, બ્લેકમેઇલ કરી દુષ્કર્

    વિશ્વના ત્રણ ખેલાડીઓએ 10 હજારથી વધુ રન બનાવ્યા છે
    જો ટી -20ના રેકોર્ડ પર નજર કરીએ તો વિશ્વના ત્રણ ખેલાડીઓએ 10 હજાર કે તેથી વધુ રન બનાવ્યા છે. આ મામલે વિન્ડિઝના ક્રિસ ગેલ ટોચ પર છે. તેણે 13,720 રન બનાવ્યા છે. જેમાં 22 સદી અને 86 અડધી સદીનો સમાવેશ થાય છે. બીજા સ્થાન પર કૈરન પોલાર્ડ 10,629 રન સાથે બીજા ક્રમે છે, જ્યારે પાકિસ્તાનના શોએબ મલિક 10,488 રન સાથે ત્રીજા ક્રમે છે. ગેલ આઈપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમે છે જ્યારે પોલાર્ડ મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે.

    આઈપીએલમાં 6 હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી બની શકે છે

    આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો વિરાટ કોહલી પ્રથમ નંબરે છે. તેણે 5878 રન બનાવ્યા છે. 6 હજારના આંકડાને સ્પર્શવા માટે તેને 122 રનની જરૂર છે. આવી સ્થિતિમાં, તે આ ટૂર્નામેન્ટમાં 6 હજાર રનના આંકડાને સ્પર્શનાર પ્રથમ ખેલાડી બની શકે છે. સુરેશ રૈના 5368 રન સાથે બીજા અને ડેવિડ વોર્નર 5254 રન સાથે ત્રીજા ક્રમે છે. આટલું જ નહીં, વિરાટની ટીમ બેંગ્લોર 13 સીઝનમાં એક વાર પણ ખિતાબ જીતી શકી નથી.
    Published by:kuldipsinh barot
    First published: