9 એપ્રિલથી IPL 2021 શરૂ થશે, 30 મે ના રોજ ફાઇનલ રમાશે- રિપોર્ટ

આઈપીએલના મુકાબલા 6 શહેરોમાં થશે. હવે સવાલ એ છે કે આ શહેર કયા કયા હશે?

આઈપીએલના મુકાબલા 6 શહેરોમાં થશે. હવે સવાલ એ છે કે આ શહેર કયા કયા હશે?

 • Share this:
  નવી દિલ્હી : દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની 14મી સિઝન (IPL 2021) 9 એપ્રિલથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આઈપીએલની તારીખ નક્કી થઈ ગઈ છે હવે બસ ગર્વનિંગ કાઉન્સિલમાં તેની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે 9 એપ્રિલે શરૂ થનાર આ ટૂર્નામેન્ટની ફાઇનલ 30 મે ના રોજ રમાશે. આઈપીએલના કાર્યક્રમ પર અંતિમ મોહર આગામી સપ્તાહે લાગી શકે છે.

  ગર્વનિંગ કાઉન્સિલના સદસ્યએ કહ્યું કે અમે ગર્વનિંગ કાઉન્સિલની બેઠક નક્કી કરતા નથી તે જ આઈપીએલના આયોજન સ્થળો અને તારીખો પર અંતિમ નિર્ણય કરશે. આમ તો અમે 9 એપ્રિલથી ટૂર્નામેન્ટના પ્રારંભની સલાહ આપી છે અને 30 મે ના રોજ ફાઇનલ કરાવવાની વાત કરી છે. જોકે અંતિમ નિર્ણય બેઠકમાં જ થશે. આગામી સપ્તાહ સુધી આઈપીએલ વેન્યૂ અને શેડ્યૂલ પર તસવીર સ્પષ્ટ થઈ શકે છે.

  આ પણ વાંચો - IND VS ENG: આ કારણે બેન સ્ટોક્સ સાથે ઝઘડી પડ્યો હતો વિરાટ કોહલી, સિરાજે કર્યો ખુલાસો

  કયા શહેરોમાં રમાશે આઈપીએલ 2021?

  પહેલા વાત ચાલી રહી હતી કે આઈપીએલને મુંબઈમાં રમાડવામાં આવશે. જોકે પછી સમાચાર આવ્યા હતા કે આઈપીએલના મુકાબલા 6 શહેરોમાં થશે. હવે સવાલ એ છે કે આ શહેર કયા કયા હશે? રિપોર્ટ્સ પ્રમાણે બીસીસીઆઈ 6 શહેરોમાં જ આઈપીએલનું આયોજન કરાવશે. જેમાં અમદાવાદ, ચેન્નઇ, બેંગલોર, નવી દિલ્હી, કોલકાતા અને મુંબઈ સામેલ છે. મુંબઈમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે છતા રાજ્ય સરકારે બીસીસીઆઇને પૂરી સહાયતા આપવાની વાત કહી છે.

  રિપોર્ટ પ્રમાણે ભારત અને ઇંગ્લેન્ડની શ્રેણીની જેમ આઈપીએલમાં પણ 50 ટકા દર્શકોની મંજૂરી રહેશે. હાલમાં જ ચેન્નઈ અને અમદાવાદમાં 50 ટકા દર્શકો સાથે મેચ યોજાઇ હતી.
  Published by:Ashish Goyal
  First published: