IPL 2021: ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત, ખેલાડીઓના રીપોર્ટ નેગેટિવ

  • Share this:
    નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) પર કોરોના વાયરસનું સંકટ જોવા મળી રહ્યું છે. ત્રણ વારની ચેમ્યિયન ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમના ત્રણ સભ્યોનો કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે. ક્રિકઈન્ફોની એક રીપોર્ટ અનુસાર ટીમના સીઇઓ કાશી વિશ્વનાથન, બોલર કોચ લક્ષ્મીપતિ બાલાજી અને બસના ક્લિનર કોવિડ-19 સંક્રમિત મળ્યા હતા. ટીમના અન્ય સભ્યો હાલ દિલ્લીમાં છે. જેમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. રવિવારે કરવામાં આવેલા ટેસ્ટ બાદ આ સમાચાર સામે આવ્યા હતા.

    માનવામાં આવે છે કે વિશ્વનાથન, બાલાજી અને મેન્ટેનન્સ સ્ટાફના સભ્યોએ તેમની સ્થિતિને અનુલક્ષીને સોમવારે સવારે નવો ટેસ્ટ કરાવ્યો હતો. જો તેઓ ફરી પોઝિટીવ આવશે તો તેઓએ ટીમના બાયો-બબલની બહાર એકલતા સુવિધામાં 10 દિવસ પસાર કરવા પડશે. આ પછી, ફરીથી પરીક્ષણ કરવામાં આવશે. ટીમના બાયો-બબલમાં પ્રવેશ મેળવવા માટે, તેમને બે વાર પરીક્ષણ અહેવાલમાં નેગેટિવ આવવું જરૂરી છે.

    ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બાલાજી શનિવારે ટીમના ખેલમાં હતા ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા અંતિમ બોલ પર દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પરાજય આપ્યો હતો. સીઝનમાં સુપર કિંગ્સની આગામી મેચ 5 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હીમાં રમાવાની છે. તમામ ખેલાડીઓના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા હોવાથી આ મેચ પર કોઈ અસર નહીં થાય અને તે નિર્ધારિત સમયે રમવામાં આવશે.

    KKR vs RCB Match Cancelled: કોરોનાનું સંકટ, કોલકત્તાના બે ખેલાડી સંક્રમિત થતા મેચ રદ


    અગાઉ કોલકાતા નાઈટ રાઇડર્સના બે ખેલાડીઓ કોરોના ચેપ લાગ્યો હતો, જેના કારણે સોમવારે આઈપીએલ મેચ મોકૂફ રાખવી પડી છે. આ બીજી વખત છે જ્યારે કોરોના વાયરસની અસર સુપર કિંગ્સની ટીમમાં પડી છે. આ અગાઉ આઈપીએલ -2020 માં વિશ્વનાથનની પત્ની સહિત ટીમના અનેક સભ્યોને કોરોના ચેપ લાગ્યો હતો. યુએઈમાં ગત સીઝનની શરૂઆત પહેલા ટીમના ઝડપી બોલર દિપક ચહર અને ઋતુરાજ ગાયકવાડના ટેસ્ટ પોઝીટિવ આવ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published: