નવી દિલ્લી: ફરી એકવાર બીસીસીઆઈ (BCCI) માટે UAE સંકટમોચન સાબિત થયું છે. કોરોનાને કારણે 29 મેચો બાદ આઇપીએલ (IPL 2021)ની 14મી સિઝનની બીસીસીઆઈ હવે યુએઈમાં કરાવશે, બાકીની 31 મેચોનું આયોજન 19 અથવા 20 સપ્ટેમ્બર કરવામાં આવશે. શનિવારે બીસીસીઆઈની વર્યુઅલ સ્પેશિયલ દનરલ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈ આઇપીએલની બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરમાં કરવાની તૈયારીમાં છે. ફાઈનલ મેચ યુએઈમાં 10 ઓક્ટોમ્બરે આયોજીત થશે. ત્રીજી વાર યુએઈ આઇપીએલની મેજબાની કરશે.
કોરોનાને કારણે આઇપીએલની ગત સિઝન યુએઈમાં રમવામાં આવી હતી. પરંતુ ઈતિહાસમાં એવું પહેલી વાર થશે કે . જ્યારે યુએઈ બીસીસીઆઈ માટે સંકટમોચન સાબિત થયું છે. એટલે કે, એટલે કે સિઝન પૂરી કરવામાં યુએઈ મદદ કરશે. આ પહેલા 2014ની શરૂઆતમાં 20 મેચો યુએઈમાં શરૂ થઇ હતી. ત્યાર બાદ સીઝનની બાકીની મેચો ભારતમાં રમાઈ હતી. હવે 14 સિઝનમાં પણ શરૂઆતની 29 મેચો ભારતમાં રમાઈ હવે બાકીની મેચો યુએઈમાં રમાશે.
2014માં આઈપીએલની 7મી સિઝન રમવામાં આવી હતી. હકીકતમાં, તે સમયે દેશમાં સામાન્ય ચૂંટણીઓ હતી. આવી સ્થિતિમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ લીગને સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ ટુર્નામેન્ટની પ્રથમ 20 મેચ અબુધાબી, દુબઇ અને શારજાહમાં રમાઈ હતી.
કોરોનાને કારણે ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી
મહત્વનું છે કે, ટુર્નામેન્ટની આ સિઝનમાં સખત બાયો બબલ હોવા છતાં, કેટલાક ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ 4 મેના રોજ મુલતવી રાખવામાં આવી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર