IPL 2021: પંતે ધૂંઆધાર બેટિંગથી અનેક મેચ પલટી નાંખી છે, 63 બોલમાં અણનમ 128 રન યાદગાર

રિષભ પંત (ફાઈલ ફોટો)

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તેને તક નહોતી મળી. જોકે ટેસ્ટ શ્રેણીમાં તેની પસંદગી થઈ, જેમાં તેણે દાખવેલું પ્રદર્શન તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સમાન સાબિત થયું

  • Share this:
IPL 2020થી 2021 સુધીનો સમયગાળો રિષભ પંત માટે ચઢાવ ઉતારવાળો રહ્યો છે. રિષભ પંત IPL 2020માં 14 મેચમાં માત્ર 343 રન જ બનાવી શક્યો હતો. તેની સ્ટ્રાઈક રેટ 113.95ની રહી હતી. આ સીઝનમાં સારો દેખાવ ન કરી શકનાર પંતની બેટિંગ અને કિપિંગ સ્કિલ ઉપર સવાલ ઉઠ્યા હતા. જેને લઈને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તેને તક નહોતી મળી. જોકે ટેસ્ટ શ્રેણીમાં તેની પસંદગી થઈ, જેમાં તેણે દાખવેલું પ્રદર્શન તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સમાન સાબિત થયું છે.

સિડનીમાં મેચ ડ્રો અને બ્રિસબેનમાં ટીમને વિજયી બનાવવામાં પંતનો ફાળો વધુ રહ્યો છે. તેનું ફોર્મ ઇંગ્લેન્ડ સામે પણ બરકરાર રહ્યું હતું. 2021ની આઇપીએલમાં પણ તેનું આ ફોર્મ જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે. દિલ્હી કેપિટલ્સમાં શ્રેયસ ઇજાગ્રસ્ત હોવાથી તે સુકાની પદ માટેનો દાવેદાર છે. અહીં તેની ઉપલબ્ધીની આછેરી ઝલક આપવામાં આવી છે.

2018માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 128 રનની જોરદાર ઈનિંગ

આઈપીએલમાં રિષભ પંતની આ એકમાત્ર સદી છે. તેણે ફક્ત 63 બોલમાં 15 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારી અણનમ 128 રન બનાવ્યા હતા. તે રમવા ઉતર્યો ત્યારે 3 વિકેટે ગુમાવી ટીમે 43 રન બનાવ્યા હતા. જે બાદ પંતે જોરદાર બેટિંગ કરી હતી. ગ્લેન મેક્સવેલ સાથે તેણે 63 રનની ભાગીદારી કરી હતી, જોકે તેમાં મેક્સવેલના માત્ર 9 રન હતા. દિલ્હીએ 187 રનનો સ્કોર ખડકી દીધો હતો. ધવનના 92 અને કેન વિલિયમસનના 83 રનની મદદથી હૈદરાબાદ જીતી ગયું હતું.

2019માં મુંબઈ સામે અણનમ 78

આઇપીએલ 2019ની આ પ્રથમ મેચ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે જંગ જામી હતી. પંત એન બુમરાહ વચ્ચે હરીફાઈ જામી હતી. જેમાં બુમરાહનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. પંત 13 ઓવર બાદ બેટિંગ માટે ઉતર્યો હતો. છતાં તેણે દિલ્હીને 7 ઓવરમાં 101 રન ઉમેરવામાં મદદ કરી હતી. પંતે માત્ર 27 બોલમાં 78 રન બનાવ્યા હતા. જેમાં 7 ચોક્કા અને 7 છગ્ગા સામેલ હતા. દિલ્હીએ કુલ 213નો મોટો સ્કોર ઉભો કર્યો હતો અને મુંબઇ ઇન્ડિયન્સ 176 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો - વલસાડ : 71 વર્ષિય વૃદ્ધાએ 78 વર્ષિય વૃદ્ધ પતિની કપડાના ધોકાથી કરી હત્યા, Murderનું કારણ પણ વિચિત્ર

2017માં ગુજરાત લાયન્સ સામે જોરદાર 97 રન

18 ઓવરમાં 209 રન કરવા અશક્ય સમાન છે. પરંતુ રિષભ પંત ટીમમાં હોય તો આ પણ શક્ય બની જાય. કરુણ નાયરની વિકેટ બાદ પંત આ મેચમાં ત્રીજા ક્રમે ઉતર્યો હતો. પંત અને સંજુ સેમસનની જોડીએ 143 રન ઉમેર્યા હતા. છેલ્લા 40 બોલમાં 42 રન બાકી રહ્યા હતા. 6 ચોક્કા અને 9 છક્કાની મદદથી પંતે આખી મેચ ફેરવી નાખ્યો હતો.

2018માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 79 રન

2018માં ચેન્નઈ સુપર કિંગ્સ સામેના આ મેચમાં પંતે સારી રમત દાખવી હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. સીએસકેએ 20 ઓવરમાં 4 વિકેટે 211 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. જેમાં શેન વોટસન અને એમએસ ધોનીએ ઝડપી અર્ધસદી ફટકારી હતી. દિલ્હીના ટોપ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા અને નવમી ઓવરમાં 4 વિકેટે 74 રન જ બન્યા હતા. પરંતુ પંત ​​અને વિજય શંકર વચ્ચે 88 રનની ભાગીદારી થઈ હતી. પંતે 45 બોલમાં 79 જ્યારે શંકરે 31 બોલમાં 51 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોરાજકોટ : '1 રૂપિયે કે લિયે સાલા કૂછ ભી કરેગા', 1 રૂપિયો પાછો લેવા પેટ્રોલ પંપે ધમપછાડા, થયો જેલભેગો

2018માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 85 રન

આ મેચમાં પણ સીએસકે સામેની મેચની જેમ દિલ્હી હારી ગયું હતું. દિલ્હીએ 5 વિકેટ ગુમાવી 174 રન બનાવ્યા હતા. જેમાં પંતના 85 રન હતા. પંતે સાત છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી છઠ્ઠી ઓવરમાં 23 રનમાં 2 વિકેટ પડી ગઈ, ત્યારે પંત મેદાનમાં ઉતાર્યો હતો. શ્રેયસ ઐયર સાથે તેણે ત્રીજી વિકેટ માટે 75 રન બનાવ્યા હતા. શ્રેયસે પણ અડધી સદી ફટકારી હતી. જો કે, આ મેચમાં એબી ડી વિલિયર્સે 39 બોલમાં 90 રન ફટકારી મેચ પલટી નાખી હતી.
First published: