IPL 2021: રોહિત શર્મા પર ટ્વિટ કરવું Swiggyને ભારે પડ્યું, ગ્રાહકો ઘટતા ભર્યું આ પગલું

IPL 2021: રોહિત શર્મા પર ટ્વિટ કરવું Swiggyને ભારે પડ્યું, ગ્રાહકો ઘટતા ભર્યું આ પગલું

  • Share this:
    નવી દિલ્હી: આઇપીએલ (IPL 2021)ની 14મી સિઝન હવે ધીમે ધીમે જોર પકડી રહી છે. મુંબઇ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Kinght Riders) સિવાય તમામ ટીમો તેમની પ્રથમ મેચ રમી ગયા છે. અત્યારના સમયે દિલ્લી કેપિટલ્સ પોઇન્ટ ટેબલ પર પ્રથમ નંબરે છે. જ્યારે રોહિત શર્મા (Rohir Sharma)ની કેપ્ટનશીપ વાળી મુંબઇ ઈન્ડિયન્સની ટીમ બીજા સ્થાન પર છે. મુંબઇએ કોલકત્તાને 10 રને હરાવીને આઇપીએલ 2021ની સીઝનની પહેલી જીત મેળવી લીધી છે.

    મહત્વનું છે, કે આ મેચમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ Swiggy પર લોકોએ સોશિયલ મીડિયા પર નિશાન સાધ્યું હતું. ખરેખર તો Swiggyએ મેચ શરૂ થયા પહેલા મુંબઇના કેપ્ટન રોહિત શર્માને લઇને એક ટ્વિટ કરી હતી. જે તેને ભારે પડી અને સોશિયલ મીડિયામાં Boycottswiggy ટ્રેન્ડ થવા લાગ્યું હતું. જેથી તેના ગ્રાહકોમાં અચાનક ઘટાડો જોવા મળ્યો હતો.





    મહત્વનું છે, કે મેચ પહેલા રોહિતની એક એડિટ કરેલી તસવીરને એક યૂઝર દ્વારા સૌશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી. જેમાં રોહિત શર્મા વડાપાઉની એક લારી પર ઉભો છે આ તસવીરને swiggyએ રીટ્વિટ કરી અને તેમાં કોમેન્ટ કરી હતી.





    સ્વિગીએ કહ્યું કે નફરત કરનારા લોકો કહેશે કે આ ફોટોશોપ છે. તે ફેન્સના ચહેરાઓ પર ખુશી લાવવા માંગતા હતા. પરંતુ તેમનો આ દાવ ખોટો પડી ગયો હતો. અને ફેન્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ સ્વિગીને તેનું આ ટ્વિટ ડિલીટ કરવું પડ્યું હતું. ફેન્સ આ ટ્વિટથી એટલા ગુસ્સે થયા કે તેમણે સ્ક્રીન શોટ શેર કરવાનું શરૂ કર્યું હતું. થોડા ફેન્સેતો મોબાઇલથી આ એપને અનઈનસ્ટોલ કરતા સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા. મહત્વનું છે, કે મુંબઇ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કેકેઆર સામે 32 બોલમાં 43 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
    Published by:kuldipsinh barot
    First published:April 14, 2021, 14:02 IST

    ટૉપ ન્યૂઝ