IPL 2021: રૈનાએ હરભજનના પગ સ્પર્શ કરી ચાહકોનું દિલ જીતી લીધું

IPL 2021: રૈનાએ હરભજનના પગ સ્પર્શ કરી ચાહકોનું દિલ જીતી લીધું

રૈનાના આ વ્યવહારના કારણે હરભજન પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો

  • Share this:
ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આઇપીએલ મેચમાં કુલ 400 રન બન્યા હતા. જેમાંથી 220 રન સીએસકેની ટીમ દ્વારા ફટકારવામાં આવ્યા હતા. વાનખેડે સ્ટેડિયમ ખાતે આ મેચ રમાઈ હતી. સીએસકેની ટીમે આન્દ્રે રસેલ, પેટ કમિન્સ અને દિનેશ કાર્તિકની મહેનત પર પાણી ઢોળી દીધું હતું. જેના કારણે કેકેઆર 200નો સ્કોર કરી લેશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ અંતે કોલકાતા નાઈટ રાઇડર્સનો18 રનથી પરાજય થયો હતો.

સીએસકે દ્વારા 3 વિકેટે 220 રન બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ કેકેઆરની 31 રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી. જોકે ત્યાર બાદ રસેલે 22 બોલમાં 54, કમિન્સે 34 બોલમાં 66 અને કાર્તિકે 24 બોલમાં 40 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓની રમતના કારણે સ્કોર થઈ જશે તેવું ચાહકોએ અનુભવ્યું હતું. બીજી બાજુ દિપક ચહરે 29 રનમાં 4 વિકેટ લઈ સીએસકે માટે કપરી સ્થિતિ ઉભી કરી હતી. આ કેચમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. મેચ દરમિયાન ભારે ફટકાબાજીના કારણે ચાહકોને મોજ પડી ગઈ હતી.

આ પણ વાંચો - દિલધડક વીડિયો, જુઓ કેવી રીતે વ્હીલચેર પર બેસેલા વૃદ્ધને મહિલાએ જીવના જોખમે બચાવી લીધા


માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર યુઝરે શેર કરેલી વીડિયોમાં સીએસકેના સુરેશ રૈનાને કેકેઆર પ્લેયર અને સ્પિનર ​​હરભજન સિંહની પાસે જઈ તેના પગને સ્પર્શ કરતા જોઈ શકાય છે. રૈનાએ એકાએક કરેલી આ હરકત જોઈ હરભજન પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે 2011ના વર્લ્ડ કપના સાથી રૈનાને ભેટી ગયો હતો. મેચ પહેલાના શૉ દરમિયાન આ ઘટનાના અંગે જણાવાયું હતું કે, આ તેમની વચ્ચેનો પ્રેમ છે. તેઓ ઘણાં વર્ષો સુધી સાથે રમ્યા છે. વર્લ્ડ કપ જીત્યો છે. એક બીજા માટે પરસ્પર આદર છે.

માહીએ કહ્યું હતું કે, આ પ્રકારની રમતમાં શાંત રહેવું ખૂબ સરળ છે. 15 -16 મી ઓવર પછીથી હરીફાઈ ઝડપી બોલર અને બેટ્સમેન વચ્ચે હતી. જેથી તમે કઈ કરી શકો નહીં. ફિલ્ડમાં વધુ ફેરફાર કરી શકતા નથી. જે ટીમ જીતી ગઈ તેણે થોડુંક સારૂ પ્રદર્શન કર્યું હતું. પરંતુ જો તેમની પાસે વધુ વિકેટ હોત તો તે વાત અલગ હોત. તમે ક્યારેય જાણતા નથી કે તેઓએ પૂર્ણ 20 ઓવર રમી હોય કે નહીં.
First published: