IPL 2021 ના બીજા ચરણની શરૂઆત પહેલા કોહલીએ આ સ્પિનરને કર્યો મેસેજ, જાણો શુ લખ્યું?
IPL 2021 ના બીજા ચરણની શરૂઆત પહેલા કોહલીએ આ સ્પિનરને કર્યો મેસેજ, જાણો શુ લખ્યું?
વિરાટ કોહલીએ IPL 2021 ની શરૂઆત પહેલા RCB ના સ્પેશિયલ સ્પિનરને મેસેજ મોકલ્યો છે. તસવીર-PTI
IPL 2021 2nd Phase: રોયલ ચેલેન્જર્સ બેંગલોંરના કેપ્ટન કોહલી (Virat Kohli)એ આઈપીએલ 2021ના બીજા ચરણની મેચો શરૂ થાય તે પહેલા ટીમના લેગ સ્પિનગર વાનિંદુ હસરંગા (Wanindu Hasaranga)નો વોટ્સએપ પર મેસેજ કર્યો હતો.
નવી દિલ્લી: વિરાટ કોહીલ (Virat Kohli)ની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર (RCB) આઈપીએલ 2021ના બીજા ચરણમાં (IPL 2021 2nd Phase) કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) સામે મેચ રમશે. આ મેચ 20 સપ્ટેમ્બરે એટલે કે સોમવારે અબુધાબીમાં રમાશે. વિરાટ કોહલીએ બીજા ચરણમાં માટે યુએઈ પહોંચી ગયો છે. અને વહેલી તકે તૈયારીઓ શરૂ કરી દેશે. આરસીબીએ બીજા ફેજ માટે જે 4 ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કર્યો છે તેમાં શ્રીલંકાના લેટ સ્પિનર વાનિંદુ હસરંગા (Wanindu Hasaranga)નો પણ સમાવેશ થાય છે.
હસરંગાએ ભારતમાં સામે જુલાઈમાં આયોજીત થયેલી ટી-20 અને વન-ડેમાં સીરીઝમાં સારી બોંલિંગ કરી હતી. તેમે 3 ટી-20 મેચમાં સીરીઝમાં સૌથી વધારે 7 જ્યારે વન-ડેમાં 3 વિકેટ લીધી હતી. તેના કારણે વિરાટે એડમ ઝામ્પા (Adam zampa)ના રીપ્લેસમેન્ટ તરીકે હસરંગાની ટીમમાં પસંદગી કરી છે. અને તે ખુબ જ ખુશ છે. અને કોહલીએ સોમવારે આયોજીત થનારી કે.કે.આર સામેની મેચ માટે હસરંગાને વોટ્સએપ મેસેજ કર્યો હતો.
હસરંગા કેપ્ટન કોહલીનો મેસેજ જોઈને ખુશ
ઈનસાઈડ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર, અત્યારે દક્ષિણ આફ્રિકા સામેનીની ટી-20 સીરીઝ રમી રહેલા હસરંગાને આરસીબીએ આરસીબીના કેપ્ટન કોહલીએ સર્પાઈઝ મેસેજ કર્યો હતો. આ ઓલરાઉન્ડર સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે, હસરંગા તેના કેપ્ટનના મેસેજથી ખુબજ ખુશ છે અને તે ખથુબ ઉત્સાહી છે. આરસીબી સાથે જોડાવા આતુર છે. કોહલી ઈંગ્લેન્ડથી યુએઈ પહોંચી ગયો છે. અને અત્યારે કોરેન્ટીનમાં છે.
ટીમ સાથે પ્રેક્ટિસ કરવા ઉત્સુક : વિરાટ કોહલી
ખેલાડીઓને મોકલવામાં આવેલા સંદેશમાં કોહલીએ સ્પષ્ટ લખ્યું હતું કે, હું દરેકના સંપર્કમાં છું. અમે ગયા મહિને પણ લીગ વિશે ઘણી વાતો કરી હતી. એ વાત સાચી છે કે, ટીમના ઘણા મહત્વના ખેલાડીઓ IPLના બીજા તબક્કામાં નહીં રમે. પરંતુ અમે તેમના સ્થાને કેટલાક સારા ખેલાડીઓને મેળવવામાં સફળ રહ્યા છીએ અને જેમને આરસીબી ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમની કુશળતા યુએઈની સ્થિતિની દ્રષ્ટિએ ઉત્તમ છે. હું દરેકને મળવા અને ટીમ સાથે પ્રેક્ટિસ કરવા માટે ઉત્સુક છું.