IPL 2021: હાઇસ્કોર મેચમાં પંજાબે રાજસ્થાનને હરાવ્યું, કેપ્ટન તરીકે ડેબ્યુ મેચમાં સૈમસનની સદી

(તસવીર - બીસીસીઆઈ)

  • Share this:
    મુંબઇ: ઇન્ડિયન પ્રિમિયર લીંગની 14મી સીઝનમાં (IPL 2021)ની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિગ્સ (RR vs PBKS) વચ્ચેની મેચમાં પંજાબે રાજસ્થાનને 4 રનથી હરાવ્યું હતું. રાજસ્થાનની ટીમના કેપ્ટન સંજુ સૈમસને ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબની ટીમે પહેલા બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 221 રન કર્યા હતા, જેમાં સૌથી વધારે ઓપનિંગ કરતા કેપ્ટન રાહુલે 91 રન કર્યા હતા. અને અંતિમ ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો. 50 બોલની તેની ઈનિંગમાં તેણે 7 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.

    રાજસ્થાનની શાનદાર બેટીંગ, સૈસમનની સદી એળે ગઇ 
    પંજાબની ટીમે આપેલા 222 રનના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનિંગમાં આવેલા બેન સ્ટોક્સ ખાતુ ખોલ્યા વિના જ શમીના બોલ પર કટ એન્ડ બોલ્ડ થયો હતો. ત્યારબાદ મનન વોહરા 12 રને અર્શદિપના બોલપર આઉટ થયો હતો. બટલરે પીચ પર આવીને બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો અને 13 બોલમાં 5 ફોરની મદદથી 25 રન કરીને રિચાર્ડસના બોલ પર આઉટ થયો હતો. પરાગ 11 બોલમાં 1 ફોર અને 3 સિક્સની મદદથી 25 રન કરી આઉટ થયા બાદ ટીમના કેપ્ટન સંજુ સૈમસને કેપ્ટન તરીકે ડેબ્યું મેચમાંજ સદી ફટકારી હતી, અને અંતિમ ઓવર સુધી મેચ લઇ ગયો છતા મેચ જીતાડવામાં અસફળ રહ્યો હતો.

    કેપ્ટન રાહુલ સિવાય દિપક હુડ્ડાએ જોરદાર બેટીંગ કરી હતી. જેમાં તેણે માત્ર 28 બોલમાં 64 રન કર્યા હતા અને 4 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. દિપક અને રાહુલે 3જી વિકેટ માટે 105 રનની પાર્ટનરશીપ કરી હતી. મહત્વું છે કે ક્રિસ ગેલે પણ 28 બોલમાં 4 ચોક્કા અને 2 સિક્સની મદદથી 40 રન કર્યા હતા. રાજસ્થાનના પેસ બોલર ચેતન સાકરિયાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.ચે સિવાય ક્રિસ મોરીસે પણ 41 રન આપીને 2 વિકેટ ઝડપી જ્યારે સ્પિનર રિયાન પરાગને એક વિકેટ મળી હતી.

    આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. મહત્વનું છે કે, બંન્ને ટીમોના કેપ્ટન ભારતીય છે. પંજાબનો કેપ્ટન લોકેશ રાહુલ છે જ્યારે રાજસ્થાનનો કેપ્ટન પહેલી વાર સંજૂ સૈમસનને સોપવામાં આવી છે.

    પંજાબની આ ટીમ ગત આઇપીએલના પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાન પર રહી હતી. છતા ટીમ સતત 5 મેચ જીતીને પ્લેઓફની નજીક પહોંચ્યા હતા છતા તે પ્લેઓફમાં પ્રવેશ મેળવવામાં અસફળ રહી હતી. રાજસ્થાન રોયલ્સે સિઝનની શરૂઆતમાં પહેલીવાર જ ચેમ્પિયન બની અને ત્યાર બાદથી તે એક પણ વાર ટ્રોફી જીતવામાં અસફળ રહી છે. જ્યારે બીજી બાજુ પંજાની ટીમ હજી સુધી એક પણ વાર આઇપીએલની ટ્રોફી જીતી નથી.

    પ્લેઈંગ ઈલેવન
    પંજાબ કિંગ્સ - કેએલ રાહુલ (કેપ્ટન / વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેઇલ, નિકોલસ પુરાન, દિપક હૂડા, શાહરૂખ ખાન, જય રિચાર્ડસન, મોરગન અશ્વિન, રિલે મેરિડિથ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંઘ

    રાજસ્થાન રોયલ્સ - જોસ બટલર (વિકેટકીપર), મનન વ્હોરા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિવમ દુબે, રાહુલ તેવાતીયા, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ, ચેતન સાકરીયા અને મુસ્તફિઝુર રહેમાન
    Published by:kuldipsinh barot
    First published: