Home /News /sport /IPL 2021, RR vs CSK: ચેન્નાઈના બોલરો સામે રાજસ્થાનની રોયલ જીત, યશસ્વી-શિવમની ફિફ્ટી
IPL 2021, RR vs CSK: ચેન્નાઈના બોલરો સામે રાજસ્થાનની રોયલ જીત, યશસ્વી-શિવમની ફિફ્ટી
રાજસ્થાન રોયલ્સે પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
IPL 2021, Rajasthan Royals vs Chennai Super Kings LIVE Cricket Score: ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
નવી દિલ્હી: IPL 2021 માં રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) શાનદાર વાપસી કરી છે. રાજસ્થાને મેચમાં સીએસકે (CSK)ને 7 વિકેટે જોરદાર હતી. પ્રથમ બેટિંગ કરીને સીએસકેએ 4 વિકેટે 189 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં રાજસ્થાનએ માત્ર 3 વિકેટ ગુમાવીને 17.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેએ અડધી સદી ફટકારી હતી. ટીમની આ સિઝનની પાંચમી જીત છે. આ રીતે ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા બચી છે. ટીમના 12 મેચમાં 10 પોઇન્ટ છે. ટીમ ટેબલમાં 7 થી 6 માં સ્થાને પહોંચી છે. CSKની ટીમ પહેલા જ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે.
IPL 2021, Rajasthan Royals vs Chennai Super Kings LIVE Cricket Score
15મી ઓવરના ચોથા બોલ પર સંજુ સૈમસન 28 રન કરીને આઉટ થયો હતો.
છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર યશસ્વી જયસ્વાલ 50 રન કરીને આઉટ થયો હતો.
પાંચમી ઓવરમાં એવિન લુઈસ 27 રન કરી આઉટ થઈ હતી.
20 ઓવરના અંતે ચેન્નાઈએ 189 રન કર્યા અને રાજસ્થાનને જીત માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ગાયકવાડે શાનદાર સદી ફટકારી હતી.
14મી ઓવરના ત્રીજા બોલ પર રાહુલ તેવટિયાએ મોઈન અલીને 21 રન કરીને આઉટ કર્યો હતો.
છઠ્ઠી ઓવરના પાંચમાં બોલ પર ફાફ ડુ પ્લેસીસ 25 રન કરીને આઉટ થયો હતો.
આઠમી ઓવરના પ્રથમ બોલ પર સુરેશ રૈન પણ 3 રન કરીને આઉટ થયો હતો.
રાજસ્થાન રોયલ્સે પહેલા ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ચેન્નાઈને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું
190 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે ઝડપી શરૂઆત કરી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ અને એવિન લેવિસે 5.2 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 77 રન જોડ્યા હતા. લેવિસને શાર્દુલ ઠાકુરે આઉટ કર્યો હતો. તેણે 12 બોલમાં 27 રન બનાવ્યા હતા. 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. પ્રથમ 6 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર એક વિકેટ માટે 81 રન હતો. યશસ્વીએ 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 21 બોલમાં 50 રન બનાવ્યા બાદ તે આઉટ થયો હતો. તેની ટી 20 કારકિર્દીની આ પ્રથમ પચાસ છે. તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ઝડપી બોલર કેએમ આસિફે તેને આઉટ કર્યો હતો.