Home /News /sport /IPL 2021: ઘોનીને આઉટ કર્યા બાદ ગુજ્જુ બોય સાકરિયાએ કહ્યું, તમારા જેવું કોઇ નથી

IPL 2021: ઘોનીને આઉટ કર્યા બાદ ગુજ્જુ બોય સાકરિયાએ કહ્યું, તમારા જેવું કોઇ નથી

  નવી દિલ્હી: આઇપીએલ 2021 (IPL 2021)માં રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમી રહેલા ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયા (Chetan Sakariya)ની રમતે તમામ લોકોને પ્રભાવિત કર્યા હતા. તેણે સોમવારે રમાયેલી ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામે ત્રણ વિકેટ લીધી હતી. જેમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) અને સુરેશ રૈના (Suresh Raina)ની મહત્વની વિકેટ લીધી હતી. તેમની ટીમ ભલે 45 રનથી હારી હતી. પરંતુ સાકરિયાએ તેની સફળ છાપ છોડી હતી. તેણે ચાર ઓવરમાં 36 રન આપીને ત્રણ વિકેટ લઇને માત્ર 36 રન આપ્યા હતા.

  મેચબાદ ચેતન સાકરિયાએ કેપ્ટન ઘોની સાથેની એક તસવીર તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સાથે જ તેણે લખ્યું કે હું બાળપણથી જ તમને પસંદ કરુ છું. અને આજે તમારી સાથે જ મને તમારી સાથે મેચ રમવાનો મૌકો મળ્યો અને આ મારી જીદગીની સૌથી સુદર ક્ષણ હતી. જેને હું આખી જીંદગી યાદ રાખીશ. મારા જેવા ખેવાડીને પ્રેરણા આપવા માટે તમારો આભાર.

  ચેતને આઇપીએલ 2021માં લીધી 6 વિકેટ
  સીએસકે સામે ત્રણ વિકેટ લીધા પહેલા ચેતન સાકરિયાએ પંજાબ કિંગ્સ સામે પણ વિકેટ લીધી હતી. તે આઇપીએલની પહેલી મેચ હતી. સાકરિયાએ 31 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જેમાં મયંક અગ્રવાલ, કેએલ રાહુલ અને જાય રિચર્ડસનની વિકેટનો સમાવેશ થાય છે. પરંતુ તે મેચ પણ રાજસ્થાન હારી ગયુ હતુ.

  IPL 2021: રાજસ્થાન રોયલ્સે 21 બોલમાં મેચ ગુમાવી, રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો અનોખો રેકોર્ડ


  ચેતનના નાના ભાઇએ આ વર્ષે જ કરી હતી આત્મહત્યા
  ચેતન

  અહીં પહોંચવાની યાત્રા ચેતન માટે સરળ નહોતી. તેના પિતા ઓટો ડ્રાઇવર હતા. પરંતુ થોડા વર્ષો પહેલા તે પણ અકસ્માતનો શિકાર બન્યા હતો. આ પછી, પરિવારની જવાબદારી ચેતન પર આવી. તેમ છતાં, આ ખેલાડી હિંમત હાર્યો નહીં અને તેની સંભાળ લેતા પરિવાર સાથે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. આ વર્ષે જાન્યુઆરીમાં તેના નાના ભાઈએ આત્મહત્યા કરી હતી. તે સમયે ચેતન સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમી રહ્યો હતો. જેથી પરિવારે તેમને આ વિશે માહિતી આપી ન હતી. જ્યારે તે ઘરે પરત આવ્યો ત્યારે તેને તેના નાના ભાઈના મોત વિશે જાણ થઈ. તેઓ તેનાથી એટલા તૂટેલા હતા કે તેઓ ઘણા દિવસો સુધી ભોજન પણ નહતું લીઘુ.

  ટ્રેન્ટ બોલ્ટનો સોશ્યલ મીડિયા પર 'જેઠાલાલ' સાથે થઈ રહી છે સરખામણી, જોઇ લો મજેદાર Video


  ચેતનને રાજસ્થાને 1.2 કરોડમાં ખરીદ્યો હતો

  આ વર્ષે આઈપીએલની હરાજીમાં ચેતનનો બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતો. પરંતુ ઘરેલું ક્રિકેટમાં તેના સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, આઈપીએલની ઘણી ફ્રેન્ચાઇઝીઓ તેને જોઈ રહી હતી. હરાજીમાં પણ તે જોવા મળ્યું જ્યારે તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને રાજસ્થાન રોયલ્સ (આરઆર) વચ્ચે ખરીદવા માટેનું યુદ્ધ પણ જોવા મળ્યું હતું. છેવટે, રાજસ્થને તેને 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ આઈપીએલમાં તે રાજસ્થાન તરફથી સૌથી વધુ વિકેટ લેનાર છે. તેણે ત્રણ મેચમાં 16.66 ની સરેરાશથી 6 વિકેટ ઝડપી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Chennai super kings, Ipl 2021, Ms dhoni, Rajasthan royals, ક્રિકેટ ન્યૂઝ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन