IPL 2021: અજય બેંગ્લોરની હવે રાજસ્થાન સામે થશે જંગ, બંન્ને ટીમ પ્લેઈંગ ઈલેવનમાં કરશે બદલાવ

IPL 2021: અજય બેંગ્લોરની હવે રાજસ્થાન સામે થશે જંગ, બંન્ને ટીમ પ્લેઈંગ ઈલેવનમાં કરશે બદલાવ

  • Share this:
    નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનમાં (IPL 2021)માં હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની હવે રાજસ્થાન રોયલ્સ (RCB vs RR) સાથે જંગ થશે. આ સિઝનની 16મી મેચ છે. વિરાટ કોહલીની ટીમનું દમદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ પહેલા તેણે સિઝનમાં પહેલી મેચમાં પાંચ વારની ચેમ્પિયન મુંબઇ ઈન્ડિયન્સને 2 વિકેટી હરાવી હતી. અને ત્યાર બાદ હૈદરાબાદને એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં 6 રનથી હરાવી હતી. અને ત્યારબાદ કોલકત્તા સામે 37 રનથી હરાવી હતી. હવે ટીમ વાનખેડેમાં રમશે આ મેદાન પર બેંગ્લોરની પહેલી મેચ છે.

    બીજુ બાજુ યુવા કેપ્ટન સંજૂ સેમસનની ટીમ રાજસ્થાન રોયલ્સ છે. એક વારની વિજેતા આ ટીમે વાનખેડેમાં રમાયેલી મેચમાં પંજાબ સામે 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 222 રનના લક્ષ્યની પીછો કરતા 7 વિકેટે 217 રન બનાવ્યા હતા. ત્યાર બાદ દિલ્લી કેપિટલ્સને 3 વિકેટે માત આપી હતી. ફરી મહેન્દ્રસિહ ઘોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સે રાજસ્થાનને 45 રને હરાવી હતી.



    ત્રણેય મેચ જીતીને બેંગ્લોરની ટીમ અત્યાર સુધીની સિઝનની અજેય ટીમ છે. ત્યારે બીજી બાજુ રાજસ્થાનની ટીમે 3 મેચમાંથી એક મેચ જીતી લીધી છે અને તેને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આઠ ટીમોના ટેબલમાં બેંગ્લોર બીજા નંબરે અને રાજસ્થાન 7માં ક્રમે છે. બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચેની મેચ માટે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ આવી શકે છે. યુઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન અત્યાર સુધીની સિઝનમાં વધારે સારુ રહ્યું નથી, તે પોતાનું સ્થાન જાળવી શકશે કે નહીં તે જોવાનું રહ્યું. આ સાથે જ શ્રેયસ ગોપાલને રાજસ્થાન ટીમમાં તક મળી શકે છે. લીમ લિવિંગસ્ટોન પણ પાછો ફર્યો છે, તેથી રાજસ્થાન પાસે 5 વિદેશી ખેલાડીઓમાંથી પસંદગી કરવાનો વિકલ્પ છે.

    આ મેચ માટે સંભવિત પ્લેઈંગ ઈલેવન

    રોયલ ચેલેન્જર બેંગ્લોર: વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પાદિકલ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, કાયલ જેમિસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ

    રાજસ્થાન રોયલ્સ: જોસ બટલર, મનન વોહરા, સંજુ સેમસન (કેપ્ટન / વિકેટકીપર), શિવમ દુબે, ડેવિડ મિલર, રાયન પરાગ, રાહુલ તેવાતીયા, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ, ચેતન સાકરીયા અને મુસ્તફિઝુર રહેમાન
    Published by:kuldipsinh barot
    First published:April 22, 2021, 16:28 pm

    ટૉપ ન્યૂઝ