IPL 2021: UAEમાં સિરાજનો અંદાજ બદલાયો, ટીમ ઈન્ડિયા બાદ RCBમાં મહત્વની ભૂમીકામાં

IPL 2021: UAEમાં સિરાજનો અંદાજ બદલાયો, ટીમ ઈન્ડિયા બાદ RCBમાં મહત્વની ભૂમીકામાં

  • Share this:
    નવી દિલ્હી: મોહમ્મદ સિરાઝ (Mohammed siraj)ઓસ્ટ્રેલિયામાં થયેલી ટેસ્ટ સીરીઝમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર હતો. ટીમ ઈન્ડિયાએ આ સીરીઝમાં ઐતિહાસિક 2-1થી જીત મેળવી હતી. જેમાં સારી બોલીંગ કરનાર સીરાજે તમામ લોકોનું ધ્યાન તેના પર ખેચ્યું હતું. આઇપીએલની હાલની સિઝનમાં તે આરસીબી તરફથી રમી રહ્યો છે. અને શાનદાર પ્રદર્શન પણ કરી રહ્યો છે. ગત વર્ષે યુએઈમાં થયેલી આઇપીએલમાં સિરાઝની બોલીંગે તમામ લોકોને પ્રભાવિત કર્યા હતા. આરસીબીએ શરૂઆતની ત્રણેય મેચમાં જીત મેળવી છે.

    કોવિડ-19ના કારણે આઇપીએલની ગત સિઝન નવેમ્બરમાં યુએઇ ખાતે કરવામાં આવી હતી. તે દરમિયાન આરસીબી તરફથી રમી રહેલા ફાસ્ટ બોલર સિરાજનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. તેણે પાવર પ્લેમાં સારી બોલિંગ કરીને સૌને પ્રભાવીત કરી દીધા હતા. જેમાં તેની ઈકોનોમી રેટ 6.92 નો હતો. જેને પાવરપ્લેમાં સારી ઈકોનોમી માનવામાં આવે છે. કારણ કે યુએઇમાં રન વધારે બની રહ્યા હતા. આ પહેલાની ત્રણ સીઝનમાં સીરાઝના આંકડા ખૂબ જ ખરાબ રહ્યા હતા.



    2019 માં મોહમ્મદ સિરાજે 10.14 ની ઈકોનોમીથી પાવર પ્લેમાં રન આપ્યા હતા. જ્યારે 2018માં 9.83 અને 2017 માં, 11.00 ની ઈકોનોમી જોવા મળી હતી. વર્તમાન સીઝનની વાત કરીએ તો સિરાજે પાવરપ્લેમાં માત્ર 5.50 ની ઈકોનોમીથી રન આપ્યા છે. તેણે 2017માં 10, 2018 માં 11, 2019 માં 7 અને 2020 માં 11 વિકેટ મેળવી હતી. વર્તમાન સીઝનની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 4 વિકેટ ઝડપી છે. રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની ચોથી મેચમાં, તેઓએ પાવર પ્લેમાં જોસ બટલર અને ડેવિડ મિલરની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. જેમાં તેની ઇકોનોમી પણ 5.57ની છે. તેણે ઓવરઓલ ટી 20 લીગમાં 43 વિકેટ લીધી છે.

    ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ સિરાજ બદલાઈ ગયો

    છેલ્લી મેચમાં જીત મેળવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે. મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ સંપૂર્ણપણે અલગ બોલર બની ગયો છે. સિરાજની એકંદરે ટી -20 કારકિર્દીની વાત કરીએ તો તેણે 70 મેચોમાં 92 વિકેટ ઝડપી છે. ત્રણ વખત 4 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે 43 પ્રથમ વર્ગની મેચોમાં 143 વિકેટ લીધી છે અને 46 લિસ્ટ એ મેચોમાં 81 વિકેટ ઝડપી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 9 મેચમાં 19 વિકેટ ઝડપી છે. તાજેતરમાં, બીસીસીઆઈએ તેમને પ્રથમ વખત વાર્ષિક કરાર પણ આપ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:April 22, 2021, 22:30 pm

    ટૉપ ન્યૂઝ