IPL 2021: આઉટ થતા ગુસ્સામાં વિરાટ કોહલીએ કર્યું આ કૃત્ય, મેચ રેફરી વધારી શકે છે મુશ્કેલી

IPL 2021: આઉટ થતા ગુસ્સામાં વિરાટ કોહલીએ કર્યું આ કૃત્ય, મેચ રેફરી વધારી શકે છે મુશ્કેલી

  • Share this:
    નવી દિલ્લી: શરૂઆતની બંન્ને મેચો જીતીને પોઇન્ટ ટેબલ પર ટોપનું સ્થાન મેળવનાર આરસીબી(RCB)ના કેપ્ટન વિરાટ કોહલીVirat Kohli) ને ઠપકો આપવામાં આવ્યો છે. અને હવે તેના પર એક્શન પણ લેવામાં આવી શકે છે. આઇપીએલ(IPL 2021)ની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આરસીબીનો 6 રને રોમાંચક વિજય થયો છે. એક બાજુ જીત મેળવ્યા બાદ ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ વિરાટને ઠપકો પણ આપવામાં આવ્યો છે. ખરેખર બેંગ્લોરના કેપ્ટન આઇપીએલમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યો હતો. માટે મેચ રેફરી નારાયણ કુટ્ટીએ કોહલીને ઠપકો આપ્યો છે.

    ખરેખર હૈદરાબાદ સામો કોહલીએ 29 બોલમાં 33 રન કર્યા હતા જેસન હોલ્ડરના બોલ પર વિરાટ કોહલી વિજય શંકરના હાથમાં કેચ આઉટ થયો હતો. અને પવેલિયન જતા કોહલીએ ગુસ્સામાં બેટથી ખુર્શી પર માર્યું હતું.







    કોહલીએ ખુરશી પર જ નહીં, પરંતુ બાઉન્ડ્રી લાઇન પરના એડવર્ટાઇઝિંગ બોર્ડ પર પણ બેટ માર્યું હતું. તે લેવલ 1ના લેવલ 2.2 નું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થયો છે. જે અંતર્ગત ક્રિકેટ સાધનો, ગ્રાઉન્ડ સાધનોના નુકસાન અથવા અપમાનના કિસ્સા છે.

    આ પણ વાંચો:  દેશમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 2 લાખ લોકો સંક્રમિત, એક્ટિવ કેસ 14 લાખને પાર

    આરસીબી વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરને પણ 2016 માં આવો જ ગુસ્સો આવ્યો હતો અને તે સમયે ગંભીરને મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

    આરસીબી અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ વિશે વાત કરતાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદને 150 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદ 9 વિકેટ પર 143 રન જ બનાવી શકી અને 6 રનથી મેચ હારી ગઈ.
    Published by:kuldipsinh barot
    First published:April 15, 2021, 14:39 IST

    ટૉપ ન્યૂઝ