મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પત્ની રિતિકા પર કર્યો જોરદાર પ્રેન્ક, જુઓ VIDEO

રોહિત શર્માએ તેની પત્ની રિતિકા સાથે પ્રેન્ક વીડિયો બનાવ્યો હતો.

રોહિત શર્મા(Rohit Sharma)એ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક ફની વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિતની પત્ની રિતિકા સજદેહ (Ritika Sajdeh) પણ જોવા મળી રહી છે.

  • Share this:
    નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ(IPL 2021)ના ખિતાબની હેટ્રિક મેળવવાથી ઘણું દૂર દેખાય રહ્યું છે, પરંતુ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પોતાના સાથી ખેલાડીઓનું મનોબળ વધારવા અને તેમને રમવા માટે પ્રોત્સાહિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરી રહ્યો છે. પોઇન્ટ ટેબલમાં આગળ વધવા માટે ટીમ શક્ય તેટલા પ્રયત્નો કરવાનો પ્રયાસ કરી રહી છે. પોઈન્ટ ટેબલ (IPL Point Table)માં પોઈન્ટ અને નેટ રન-રેટ વધે તો જ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે, કારણ કે પંજાબ કિંગ્સ (Punjab Kings), મુંબઈ ઈન્ડિયન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ હાલ પોઈન્ટ ટેબલમાં 10-10 પોઈન્ટ સાથે છે. આ બધીની વચ્ચે, રોહિત શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં રોહિત તેની પત્ની રિતિકા (Ritika Sajdeh) સાથે મજાક કરતો જોવા મળી રહ્યો છે.

    રોહિત શર્માએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક ફની વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિતની પત્ની રિતિકા સજદેહ પણ જોવા મળી રહી છે. આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન તેની પત્ની સાથે મજાક કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ખુદ રોહિત શર્માએ શૂટ કર્યો છે, રોહિતે પહેલા બતાવ્યું કે તેના હાથમાં ચોકલેટ છે અને તે સીધો રિતિકા પાસે ગયો, પણ હથેળીઓ બંધ રાખીને. તેણે એક મુઠ્ઠી બનાવી અને તેમાં ચોકલેટ છુપાયેલી હતી.






    આવી સ્થિતિમાં રોહિત શર્માની પત્નીએ વિચાર્યું કે, રોહિતે તેના હાથમાં કંઇક ડરાવે તેવી વસ્તુ છુપાવી હશે, કારણ કે, વીડિયોમાં રોહિત રિતિકાને તેના હાથને સ્પર્શ કરીને જોવા માટે કહે છે. તે કહે છે કે, તેણે તેના હાથને સ્પર્શ કરવો જોઈએ અને જોવું જોઈએ કે ત્યાં શું છે. રીતિકા આવું કરવાથી ડરી જાય છે અને પાછળની તરફ જાય છે. રોહિત તેને વારંવાર કહે છે કે તેની મુઠ્ઠી ખોલે. રોહિત કેમેરાની પાછળથી કહે છે, “શું તમને લાગે છે કે હું તમને ડરાવી રહ્યો છું, રિતિકા? હું શપથ લઉં છું ... માત્ર એક વાર મારી મુઠ્ઠી પર હાથ મારો. " રિતિકા હસતાં હસતા વીડિયોનો અંત થાય છે. બંને હાલમાં સંયુક્ત આરબ અમીરાતમાં છે, જ્યાં રોહિત મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરી રહ્યો છે.

    આ પણ વાંચો: IPL: એમએસ ધોનીથી આઈપીએલમાં રન નથી બની રહ્યા, ટી-20 ના ઈતિહાસમાં સૌથી કંગાળ પ્રદર્શન

    કેટલાય વર્ષો બાદ પ્રથમ વખત મુંબઈ પ્લેઓફથી સંપૂર્ણ દૂર થઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. મુંબઈએ 12 મેચ રમ્યા બાદ અત્યાર સુધી માત્ર પાંચ મેચ જીતી છે. તેની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સામે છે, જે આ રમતમાં સમાન ટ્રેક રેકોર્ડ ધરાવે છે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના 13 માંથી છમાં જીત મેળવી છે અને તેમના સારા રન રેટને કારણે પ્લેઓફ માટે તૈયાર છે. મુંબઇ માટે એકમાત્ર તક રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેમની છેલ્લી બે લીગ મેચ જીતવાની છે.
    Published by:kuldipsinh barot
    First published: