Home /News /sport /

IPL 2021: શ્રેયસ ઐયર સંપૂર્ણ ફિટ, શું હવે રિષભ પંત રહેશે દિલ્લી કેપિટલ્સનો કેપ્ટન?

IPL 2021: શ્રેયસ ઐયર સંપૂર્ણ ફિટ, શું હવે રિષભ પંત રહેશે દિલ્લી કેપિટલ્સનો કેપ્ટન?

તસવીર- hreyas iyer/rishabh pant instagram

આઈપીએલ 2021 (IPL 2021)માં શરૂ થતા પહેલા જ શ્રેયસ ઐયર (sheyas iyer) ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. એવામાં તેની ગેરહાજરીમાં રીષભ પંત (rishabh pant)ને દિલ્લી કેપિટલ્સનો (DC) કેપ્ટન બનાવ્યામાં આવ્યો હતો.

  નવી દિલ્લી: આ વર્ષે માર્ચમાં ઈંગ્લેન્ડની સામે વન-ડે મેચમાં થયેલી ઈજાને કારણે દિલ્લી કેપિટલ્સ (Delhi capitals)ના સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયર (Shreyas Iyer) આઈપીએલ 2021 (IPL 2021)ના પ્રથમ ચરણમાંથી બહાર થઈ ગયો હતો. અને તેની ગેરહાજરીમાં રિષભ પંત (rishabh pant)ને દિલ્લી કેપિટલ્સની (Delhi Cpitals) કેપ્ટનશીપ સોપવામાં આવી હતી. પંતની કેપ્ટનશીપમાં દિલ્લીની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી હતી. પરંતુ કોરોનાને કારણે આઈપીએલ (IPL 2021) સ્થાગિત કરીલેતા હવે આઈપીએલ 2021ની બાકીની મેચો હવે યુએઈ(UAE)માં આયોજીત થશે.

  આઈપીએલના બીજા ચરણ માટે ટીમો યુએઈ પહોંચી 

  સપ્ટેમ્બરમાં આયોજીત થનારી ટૂર્નામેન્ટના બીજા ચરણમાં મોટા ભાગની ટીમો યુએઈ પહોંચી ગઈ છે. આ બધાની વચ્ચે દિલ્લીનો કેપ્ટન શ્રેયસ ઐયર સંપૂ્ર્ણ ફિટ થઈ ગયો છે.અને તે બીજા ચરણમાં રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. પરંતુ સૌથી પહેલા બધાના મનમાં એ પ્રશ્ન થઈ રહ્યો હશે કે શ્રેયસને તેની કેપ્ટનીશપ પાછી મળશે કે પછી રિષભ પંત જ દિલ્લીનો કેપ્ટન રહેશે. ત્યારે આ અંગે દિલ્લી કેપિટલ્સના એક સૂત્રએ સ્પોર્ટ્સકીડા સાથે વાતો કરતા એક ખુલાસો કર્યો હતો.


  View this post on Instagram


  A post shared by Shreyas Iyer (@shreyas41)


  આ પણ વાંચો: સ્ટુઅર્ટ બિન્નીએ લીધો ક્રિકેટમાંથી સંન્યાસ, વન-ડેમાં તેનો આ રેકોર્ડ હજી પણ નથી તૂટ્યો

  મેનેજમેન્ટની ઈચ્છા ઐયરને સમય આપવાની

  સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર પંત જ દિલ્લીનો કેપ્ટન ચાલુ રહી કે છે. ફ્રેન્ચાઈઝી ઐયરને ઈજાથી બહાર નિકળવા માટે સમય આપવા માગે છે. રિપોર્ટ્સ અનુસરા સૂત્રોનું કહેવું છે કે, આ સારા સમાચાર છે કે ઐયર સંપૂર્ણ ફિટ થઈ ગયો છે અને હવે પ્રેક્ટિસ પણ શરૂ કરી છે. અને મેદાન પર ઉતરવા માટે પણ તૈયાર છે. પરંતુ એવું લાગે છે કે મેનેજમેન્ટ તેને હજી પણ વધુ સમય આપવા માંગે છે. એવમાં પંતને જ બીજા ચરણમાં કેપ્ટન રાખવામાં આવી શકે છે. પરંતુ આ માત્ર આઈપીએલ 2021ના બીજા ચરણ સુધી જ સિમિત હેશે. પંતે દિલ્લીના કેપ્ટન તરીકે 8માંથી 6 મેચોમાં જીત મેળવી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Indian cricket news, Ipl 2021, Rishabh pant, Shreyas iyer

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन