IPL 2021ની બાકીની મેચો UAEમાં થશે, 10 ઓક્ટોબરે ફાઈનલ, જાણો ક્યારે શરૂ થશે ટૂર્નામેન્ટ?

  • Share this:
    વી દિલ્લી: આઇપીએલ 2021( IPL 2021)ની બાકીની મેચો ઈંગ્લેન્ડના સ્થાને હવે યુએઈમાં આયોજીત થઈ શકે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં શરૂ થઇ શકે છે. પહેલા એવા સમાચાર મળી રહ્યા હતા કે, આઇપીએલની બાકીની મેચો ઈંગ્લેન્ડમાં આયોજીત કરવાની વિચારણા ચાલી રહી હતી પરંતું હવે આઇપીએલ 2021ની બાકીની મેચો હવે યુએઈમાં રમાશે. સ્પોર્ટ્સ ટુડે દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આઇપીએલ 2021ની બાકીની મેચો 19 અથવા 20 સપ્ટેમ્બરે થઈ શકે છે. જ્યારે ફાઈનલ મેચનું આયોજન 10 ઓક્ટોબરે રમાશે. સ્પોર્ટ્સ ટુડેએ દાવો કર્યો છે કે, બીસીસીઆઈ બીજી સિઝનમાં 10 ડબલ હેડર મેચ કરવામાં આવશે. જેનો મતલબ છે કે, 10 દિવસ એવા હશે કે જેમાં એક દિવસમાં 2 મેચો રમાશે.

    એવા અહેવાલો આવ્યા હતા કે, બીસીસીઆઈ અને ઇસીબી વચ્ચે ઇંગ્લેન્ડમાં યોજાનારી ટેસ્ટ શ્રેણીના સમયપત્રકમાં ફેરફાર કરવાની ચર્ચા છે. આ બધું આઈપીએલ 2021 માટે વિંડો બનાવવા માટે કરવામાં આવી રહ્યું હતું, પરંતુ બંને બોર્ડ વચ્ચે કોઈ વાત થઈ નથી. આ પછી, બીસીસીઆઈએ આઇપીએલ 2021ની બાકીની મેચ યુએઈમાં યોજવાનું નક્કી કર્યું છે.

    કોરોના વાયરસને કારણે આઇપીએલ 2020ની છેલ્લી સીઝન પણ યુએઈમાં યોજાઇ હતી. તે સમયે પણ ભારતમાં કોરોનાના કેસો ઘણા વધારે હતા. આ વખતે ભારતમાં આઈપીએલની શરૂઆત થઈ હતી પરંતુ તે 29 મેચ બાદ જ મુલતવી રાખવી પડી. અનેક ટીમોના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના સકારાત્મક હોવાનું જણાયું હતું. આઈપીએલ મોકૂફ રાખવાના કારણે બીસીસીઆઈને મોટા નુકસાનની આશંકા છે. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, જો બીસીસીઆઈની બાકીની મેચ્સ નિષ્ફળ જાય તો બોર્ડને 2500 કરોડ રૂપિયા સુધીનું નુકસાન વેઠવું પડી શકે છે. જો કે, હવે અહેવાલો અનુસાર, બીસીસીઆઈએ આઈપીએલ 2021 ની બાકીની મેચોનું આયોજન કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી છે. તેનું શિડ્યુલ પણ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
    Published by:kuldipsinh barot
    First published: