RCB vs KKR, IPL 2021: વિરાટ કોહલી આજે મેદાનમાં બનાવશે અનોખો રેકોર્ડ, આવુ કરનાર પ્રથમ ભારતીય

કોહલીએ ટી-20 મેચમાં 41 કરતા પણ વધારેની એવરેજથી 9929 રન કર્યા છે. તસવીર-iplt20

IPL 2021, RCB vs KKR: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે એટલે કે સોમવારે સાંજે કોલકત્તા નાઈટ રાઈડર્સ (RCB vs KKR)ની સામેની મેચમાં એક અનોખો રેકોર્ડ બનાવી શકે છે.

  • Share this:
    નવી દિલ્હી: રોયલ ચેલેન્જર બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે એટલે કે સોમવારે સાંજે આઈપીએલ 2021 (IPL 2021)માં કોલકત્તાના નાઈટ રાઈડર્સ (RCB vs KKR) સામેની મેચમાં ઉતરશે તો એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. વિરાટ કોહલી ટી-20 ક્રિકેટમાં 10 હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન (10 Thousand T20 Runs) બની શકે છે. તે આ રેકોર્ડ બનાવવાથી માત્ર 71 રન દૂર છે. અને તે પહેલા ટી-20માં વેસ્ટઈન્ડીઝમાં ક્રિસ ગેલ (Chris Gayle) અને કિરેન પોલાર્ડ (Kieron Pollard), પાકિસ્તાનના શોએબ મલિક (Shoaib malik) અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (David Warner) 10 હજાર રનનો આંકડો પાર કરી ચૂક્યા છે.

    વિરાટે ટીમ ઈન્ડિયા, દિલ્હી અને રોયલ ચેલેન્જર તરફથી ટી-20 મેચો રમી રહી છે. તેણે 2007થી આ ટીમોમાં માટે કુલ 311 ટી-20 મેચમાં 41 કરતા પણ વધારેની એવરેજથી 9929 રન કર્યા છે. તેણે 134ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. વિરાટે ટી-20માં 5 સદી અને 72 ફિફ્ટી મારી છે. તેની પાંચ સદીમાંથી આઈપીએલમાં નથી આવી. તેણે 879 ચોક્કા અને 315 સિક્સરનો પણ સમાવેશ થાય છે.

    ક્રિસ ગેલ ટી 20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારના લીસ્ટમાં પ્રથમ સ્થાને છે. ગેલએ 446 મેચમાં 145ની સ્ટ્રાઇક રેટથી 14,261 રન બનાવ્યા છે. તેણે 22 સદી અને 87 અડધી સદી ફટકારી છે. આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સના કિરણ પોલાર્ડ બીજા નંબરે છે. તેણે 561 ટી 20 મેચમાં 11174 રન બનાવ્યા હતા. તેના નામે એક સદી અને 56 અડધી સદી છે. પાકિસ્તાનના શોએબ મલિક 436 મેચમાં 10808 રન સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. અને ચોથા સ્થાને ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે. તેણે 304 ટી -20 માં 10017 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 8 સદી અને 82 અર્ધસદી ફટકારી છે.

    આ સિવાય કોલકાતા સામેની મેચમાં વિરાટ વધુ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરશે. તે IPLની કોઈપણ એક ટીમ માટે 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બનશે. જોકે, તેમના પહેલા ઘણા ખેલાડીઓએ લીગમાં 200 મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરી છે. પરંતુ કોઈએ એક ટીમ માટે 200 મેચ રમી નથી. વિરાટ 2008 થી આરસીબી સાથે છે. તેમના પહેલા મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, દિનેશ કાર્તિક અને સુરેશ રૈના આઈપીએલમાં 200 કે તેથી વધુ મેચ રમી ચૂક્યા છે.

    આ પણ વાંચો: IPL 2021: RCB પ્લેયર્સ KKR સામેની મેચમાં પહેરશે બ્લૂ જર્સી, કારણ જાણીને તમને થશે ગર્વ

    IPLમાં વિરાટનો રેકોર્ડ બેજોડ છે. તે લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે લીગમાં 5 સદી અને 40 અડધી સદી પણ ફટકારી છે. તેણે અત્યાર સુધીમાં 199 મેચમાં 6076 રન બનાવ્યા છે. શિખર ધવન 5577 સાથે બીજા સ્થાને છે.
    Published by:kuldipsinh barot
    First published: