Home /News /sport /IPL 2021: RCB પ્લેયર્સ KKR સામેની મેચમાં પહેરશે બ્લૂ જર્સી, કારણ જાણીને તમને થશે ગર્વ

IPL 2021: RCB પ્લેયર્સ KKR સામેની મેચમાં પહેરશે બ્લૂ જર્સી, કારણ જાણીને તમને થશે ગર્વ

વિરાટ કોહલી બ્લૂ જર્સી સાથે (તસવીર - RCB Twitter)

IPL 2021 RCB green jersey- તમે અત્યાર સુધી આરસીબી પ્લેયર્સને લાલ રંગની જર્સી પહેરીને મેદાન પર રમતા જોયા હશે. પરંતુ ટીમને આ વખતે તમે બ્લૂ રંગની જર્સી પહેરીને રમતી જોઇ શકશો

કોરોના મહામારીના (Corona epidemic)કારણે સ્થગિત થયેલ IPL 2021 ફરી 19 સપ્ટેમ્બરથી શરૂ થઇ ચૂકી છે. તેમાં RCB એટલે કે રોયલ ચેલેન્જર બેંગલૂરું (Royal Challengers Bangalore)અલગ જ રંગની જર્સીમાં (RCB green jersey)દેખાશે. તમે અત્યાર સુધી આરસીબી પ્લેયર્સને લાલ રંગની જર્સી પહેરીને મેદાન પર રમતા જોયા હશે. પરંતુ ટીમને આ વખતે તમે બ્લૂ રંગની જર્સી પહેરીને રમતી જોઇ શકશો. RCB 20 સપ્ટેમ્બરે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મેચમાં બ્લૂ રંગની જર્સી પહેરશે. હવે તમે વિચારશો કે આવું કેમ? તો આપને જણાવી દઇએ કે આ નિર્ણયનો સંબંધ કોવિડ-19 મહામારી છે.

કોવિડ-19 મહામારી છે કારણ

જી હાં. હકીકતમાં કોવિડ-19 મહામારીમાં જીવના જોખમે કામ કરી રહેલા કોરોના વોરિયર્સના સન્માનમાં આ ટીમ બ્લૂ રંગની જર્સી પહેરીને મેદાન ઉતરશે. આવું એટલા માટે કારણ કે તેનો રંગ મહામારીમાં ડોક્ટરોએ પહેરેલી પીપીઇ કીટ સાથે મળતો આવે છે. આ પહેલા આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, કોવિડ-19 મહામારી વિશે આખી ટીમે ઘણી ચર્ચા કરી અને નક્કી કર્યું કે કોવિડ-19 મહામારી જે સ્થાનો પર વધુ છે, ત્યાં આર્થિક મદદ પણ આપવામાં આવશે.

જર્સીઓના ઓક્શન બાદ કરાશે રસીકરણ ઝૂંબેશ

ફ્રેન્ચાઇઝીના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રમુખ રાજેશ મેનને હિંદુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારત મેડિકલ સંકટની સ્થિતિમાં છે અને અમે અમારી તરફથી ઘટતું બધુ જ કરવા ઇચ્છુંક છીએ જે અમારાથી શક્ય છે. અમે આ વર્ષે મે મહિનામાં જ બ્લૂ જર્સીની આ પહેલની જાહેરાત કરી હતી પરંતુ, કોરોનાના વધતા કેસોના કારણે ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી. હવે ફ્રેન્ચાઇઝીએ ફેન્સને આપેલું તેનું વચન નિભાવશે અને ફ્રન્ટલાઇન વોરિયર્સને શ્રદ્ધાંજલિ આપવા માટે 20 સપ્ટેમ્બર, 2021એ IPL 2021એ સિઝનના ફરી શરૂ થતા પોતાના શરૂઆતી મેચમાં બ્લૂ જર્સી પહેરશે. ટીમે પહેરેલી જર્સીનું ઓક્શન કરવામાં આવશે અને તેના દ્વારા પ્રાપ્ત થતી રકમ વડે ભારતમાં રસીકરણથી વંચિત સમુદાય માટે રસી પૂરી પાડવાની સુવિધા ગિવઇન્ડિયા અને ફેનકાઇન્ડના સહયોગ વડે ઊભી કરવામાં આવશે.

આ પણ વાંચો - IPL 2021: વિરાટ કોહલી ચાલુ સિઝન બાદ RCBની કેપ્ટનશીપ પણ છોડશે, ચોકાવનારો નિર્ણય

આજે KKR સામે મેદાનમાં ઉતરશે RCB

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં આજે અબૂ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં બે વખત વિજેતા રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સ(KKR) સામે મેદાનમાં ઉતરશે. આ અંગે મેનને જણાવ્યું કે, અમે ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી અને હાલ અમે પોઇન્ટ ટેબલ પર નંબર 3 પર છીએ. આગળ આવનારા દરેક પડકારો માટે અમારા ખેલાડીઓ માનસિક રીતે તૈયાર છે.

ગો ગ્રીન ઝૂંબેશ અંતર્ગત લીલી જર્સીમાં દેખાઇ હતી ટીમ

ઉલ્લેખનીય છે કે આ પહેલા આઇપીએલમાં RCBની ટીમ ગો ગ્રીનના મેસેજ સાથે લીલા રંગના ડ્રેસમાં દેખાઇ હતી. આરસીબીએ પર્યાવરણના સમર્થનમાં આ ઝૂંબેશ શરૂ કરી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Ipl 2021, KKR, RCB, રોયલ ચેલેન્જર્સ, વિરાટ કોહલી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन