અમદાવાદ: બીસીસીઆઇના કરારમાં નીચલા સ્થાન પર સરક્યા બાદ હવે નેશનલ ટીમમાં પણ સ્થાન મેળવવા માટે યુજવેન્દ્ર ચહલને ભારે જહેમત ઉઠાવી રહ્યો છે. આરસીબીના કોચ સાઇમન કૈટિચે કહ્યું કે તેનું ટીમના સ્થાન નક્કી જ છે તે છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ગત સિઝનમાં પણ ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. અને જે આ સિઝનમાં પણ તેનું ખરાબ ફોર્મ યથાવત રહ્યું હતું. જેણે સાત મેચમાં 8.26ની ઈકોનોમી રેટ સાથે ચાર વિકેટ ઝડપી છે.
પંજાબ કિગ્સ સામેની મેચમાં તેને સ્થાન ન મળ્યા બાદ ટીમે કહ્યું કે અમો એ નથી કહી રહ્યા કે તેનું સ્થાન ટીમમાં નક્કી છે. પરંતુ તે સુરક્ષિત છે. ચહલ ચાર ઓવરમાં 34 રન આપી્યા જ્યારે પંજાબના લેગ સ્પિનર રવિ બિશ્નોઇએ 17 રન આપીને 2 વિકેટ જ્યારે હરપ્રીક બરાર 19 ન આપીને ત્રણ વિકેટ લીધી હતી. કૈટિચે કહ્યુ કે, પંજાબના સ્પિનરોએ સારી બોલીંગ કરી હતી.
ચહલેએ સારી બોલિંગ કરી હતી, પરંતુ પ્રથમ ઓવરમાં તે મોંઘો સાબિત થયા પછી પાછા આવવું સરળ નહીં હોય. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, કોલકાતા નાઈટ રાઇડર્સ સામેની આગામી મેચમાં પરિસ્થિતિ બદલાશે. તેમણે કહ્યું કે, આ દિવસ આપણા માટે નિરાશાજનક હતો, પરંતુ સારી વાત એ છે કે, આપણે પાછા આવી રહ્યા છીએ. અમે આગામી મેચમાં કેકેઆર સામે વાપસી કરીશું.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર