IPL 2021: પ્લેઓફની ટીકીટ માટે થશે ખરાખરીનો જંગ, આ ચાર ટીમો લગાવશે એડીચોટીનું જોર

મુંબઈ અત્યાર સુધીમાં 12માંથી 5 મેચોમાં જીત મેળવી છે.

IPL 2021: રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (RR vs MI) બંન્ને ટીમોએ 10-10 પોઈન્ટ્સ મેળવ્યા છે. અને બંન્નેની 2-2 મેચ બાકી છે. જ્યારે ચોથા સ્થાન પર રહેલ કોલકતા 12 અંકે પર છે.

  • Share this:
    નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021)ની 51મી મેચમાં, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ (RR vs MI)ની ટીમ સામે થશે. બંને મેચ જીતીને પ્લેઓફની આશા જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals), ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Suparkings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Chalangrs Banglor) પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. હવે ચોથા સ્થાન માટે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata knight riders), રાજસ્થાન રોયલ્સ(Rajsthan Royals), પંજાબ કિંગ્સ (Punjab Kings) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે કાંટે કી ટક્કર ચાલી રહી છે. KKR 13 મેચમાંથી 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, જ્યારે પંજાબ, રાજસ્થાન અને મુંબઈ 10, 6 અને 7 માં સ્થાન પર છે.

    આવી સ્થિતિમાં રાજસ્થાન અને મુંબઈ બંન્ને વચ્ચેની મેચ કરો યા મરો જેવી સ્થિતિ બની જાય છે. બંને ટીમો માટે સમીકરણ સમાન છે. બંને ટીમોએ પ્લેઓફમાં જવું જરૂરી છે એટલું જ નહીં, બાકીની બે મેચ મોટા અંતરથી જીતવી પડશે. તો જ પ્લેઓફમાં સ્થાન મેળવવાની તક મળશે.

    12 પોઈન્ટ મેળવી કોલકાતા ચોથા નંબર પર

    KKR પ્લેઓફની સાથે સાથે ચોથા નંબર પર પહોંચવા માટે સૌથી મજબૂત દાવેદાર છે. હૈદરાબાદ સામેની જીત બાદ ટીમના 12 પોઇન્ટ છે. ટીમનો રન રેટ પણ સારો છે. જો કોલકાતા પોતાની છેલ્લી મેચમાં રાજસ્થાનને હરાવે છે તો તે સરળતાથી પ્લે-ઓફમાં પહોંચી જશે, પરંતુ જો તેને રાજસ્થાન સામે હારનો સામનો કરવો પડે તો તેણે પ્રાર્થના કરવી પડશે કે રાજસ્થાનના 12 પોઈન્ટસ ન થાય. સાથે જ મુંબઈ રાજસ્થાનને હરાવે અને તેમની છેલ્લી મેચમાં મુંબઈ હૈદરાબાદ સામે હારી જાય. એવામાં કોલકાતા સારા રન રેટના કારણે 12 પોઇન્ટ્સ સાથે ક્વાલીફાઈ થઈ જશે.

    અત્યાર સુધીમાં ત્રણ ટીમો ક્લોલીફાઈ થઈ ગઈ છે અને એક સ્થાન માટે ચાર ટીમો વચ્ચે જંગ થશે.


    પંજાબ માટે પણ જીત જરૂરી

    પ્લે-ઓફમાં પહોંચવા માટે પંજાબ કિંગ્સે પહેલા તો ચેન્નઈ સામે પોતાની છેલ્લી મેચ જીતવી પડશે. જો તે આ મેચ જીતી જશે, તો તેને 12 પોઇન્ટ મળશે. તેની સાથે જ તેણે પ્રાર્થના કરવી પડશે કે કોલકાતા નાઈટ રાઈડર્સ રાજસ્થાન રોયલ્સ સામે ખરાબ રીતે હારી જાય. ઉપરાંત, ટોપ -3 સિવાય અન્ય કોઈ ટીમના 14 પોઈન્ટ ન હોવા જોઈએ. જ્યારે, પંજાબને ચેન્નઈ સામે ઓછામાં ઓચા 70 રનથી મેચ જીતવી પડશે અને કોલકાતાને રાજસ્થાન સામેની મેચ 70 કે તેથી વધુ રનથી હારવી પડશે. ત્યારે જ પંજાબ પ્લે-ઓફમાં પહોંચી શકે છે.

    રાજસ્થાને સતત 2 મેચો જીતવી જરૂરી

    રાજસ્થાન રોયલ્સે પ્લે-ઓફમાં પહોંચવા માટે તેની છેલ્લી બંને મેચ જીતવી જરૂરી છે. જ્યારે, મુંબઈ અને કોલકાતાએ પોતપોતાની મેચ હારવી પડશે. જો રાજસ્થાન કોઈ મેચ જીતે તો તેણે પોતાનો નેટ રન રેટ સુધારવો પડશે. ઉદાહરણ તરીકે, જો તેઓ મુંબઈ સામે 1 રનથી હારી જાય તો તેણે કોલકાતાને 75 રનથી હરાવવું પડશે. આવી સ્થિતિમાં, 12 પોઇન્ટ સાથે પણ પ્લે-ઓફમાં પહોંચવાની આશા બની રહેશે.

    મુંબઈની સ્થિતિ રાજસ્થાન રોયલ્સ જેવી જ

    મુંબઈ અને રાજસ્થાન રોયલ્સનું સમીકરણ સમાન છે. બંને ટીમોનો નેટ રન-રેટ ઘણો નબળો છે. મુંબઈએ પોતાની છેલ્લી બે મેચ પણ જીતવી પડશે. જ્યારે, જો કોલકાતા રાજસ્થાનણે હરાવે છે, તો તેના 14 પોઇન્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં મુંબઈએ બંને મેચ 200 રનના અંતરથી જીતવી પડશે. ત્યારે જ રોહિતની સેના પ્લે-ઓફમાં પહોંચી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published: