નવી દિલ્હી: કે.એલ રાહુલે ટી-20માં 5 હજાર રન પૂર્ણ કરીને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. આઇપીએલ (IPL 2021)ની મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન કે.એલ રાહુલે એક અનોખો રેકોર્ડ હાંસલ કરી લીધી છે. તેણે 143 ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો છે. આ ભારતીયોમાં સૌથી ઝડપી 5 હજાર રન કરવાનો રેકોર્ડ બન્યો છે. આ સાથે જ રાહુલ વિરાટ કોહલી (Virat Kohli)અને રોહિત શર્મા (Rohit Sharma)ને પાછળ છોડી દીધા છે.
કેએલ રાહુલે હૈદરાબાદ સામેની મેચમાં માત્ર 4 રન બનાવ્યા હતા છતા પણ તેણે આ સૌથી ઝડપી 5 હજાર રન કરવાનો રેકોર્ડ બનાવી લીધો છે. જેમાં તેની એવરેજ 42 ની છે અને સ્ટ્રાઇકરેટ 138ની છે, જેમાં તેને 4 સદી અને 41 ફિફ્ટી મારી છે. તેણે ઈન્ટરનેશનલમાં 2 અને ટી-20 લીંગમાં 2 સદી ફટકારી છે. જ્યારે બીજી બાજુ વિરાટ કોહલી ટી-20માં હજી સુધી આ સાથે રાહુલની ઉપયોગિતા સમજી શકાય છે. જોકે હાલની સીઝનમાં તેની ટીમ આઈપીએલમાં સારી શરૂઆત કરી શકી નથી. ટીમે 3 મેચમાંથી માત્ર એક મેચ જીતી છે. ચોથી મેચ હૈદરાબાદ સામે ચાલી રહી છે.
એકંદરે ટી 20માં સૌથી ઝડપી 5000 રનના રેકોર્ડની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેલ ટોચ પર છે. તેણે આ 132 ઇનિંગ્સમાં કર્યું હતું. રાહુલે ઓસ્ટ્રેલિયાના શોન માર્શને પાછળ છોડી દીધો. તેણે આ 144 ઇનિંગ્સમાં કર્યું હતું. બીજા નંબર પર રાહુલ છે. વિરાટ કોહલીએ 167 માં જ્યારે રોહિત શર્માએ 188 ઇનિંગમાં આ પ્રદર્શન કર્યું છે. એટલે કે રાહુલે કોહલીની 24 ઇનિંગ્સમાં 5 હજાર રન અને રોહિત કરતા 45 ઓછી ઇનિંગ્સનો સ્કોર સ્પર્શ કર્યો હતો.
જોકે, કેએલ રાહુલ ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી -20 સિરીઝમાં કંઈ ખાસ કરી શક્યો નહીં. પ્રથમ 4 મેચ બાદ તેને છેલ્લી મેચમાંથી પણ છોડી દેવાયો હતો. ટી 20 આંતરરાષ્ટ્રીયની 45 ઇનિંગ્સમાં રાહુલે 40 ની સરેરાશથી 1557 રન બનાવ્યા છે. 2 સદી અને 12 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ, વનડે અને ટી -20 ફોર્મેટમાં સદી ફટકારનારા રાહુલ ભારતના કેટલાક એવા ખેલાડીઓમાંથી એક છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર