નવી દિલ્લી: મુંબઇ ઈન્ડિયન્સ (Mumbai Indians)આઇપીએલ (IPL 2021)માં તેની પાંચમી મેચ પંજાબ સામે શુક્રવારે રમશે, મુંબઇની ટીમના બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે દિલ્લી સામેની મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ પંજાબ પણ જીતવા માટે આતુર થઇ રહી છે. પંજાબે અત્યાર સુધીમાં 4 માંથી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ પોઇન્ટ ટેબલ પર સૌથી નીચેના સ્થાને છે. જ્યારે મુંબઇ 4 માંથી 2 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે.
મુંબઇના ખેલાડીઓ હજુ સુધી સારુ પ્રદર્શન કરવામાં અસફળ રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા દિલ્લી સામેની મેચમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. પરંતુ ગત સિઝનમાં સારુ પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન અસફળ રહ્યા છે. જેથી ટીમને નુકશાન થઇ રહ્યું છે. આ સિવાય કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ સારુ પ્રદર્શન કરવામાં અસફળ રહ્યા છે. ટીમની બોલીંગ સારી જોવા મળી રહી છે.
પંજાબ કિંગ્સે જીત સાથે સિઝનની શરૂઆત કરી હતી. પરંતુ ત્યારબાદ ટીમે સતત સંઘર્ષ કર્યો અને સતત 3 મેચ હારી. હૈદરાબાદ સામે ટીમ 120 રન જ બનાવી શકી. કેપ્ટન કેએલ રાહુલની ટીમ હજી લય પ્રાપ્ત કરવામાં સફળ રહી નથી. પંજાબની બેટિંગ મજબૂત છે, પરંતુ રાહુલ અને મયંક અગ્રવાલ સિવાય અન્ય કોઈ બેટ્સમેન રમી શક્યા નથી. તેના બોલરો પણ અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં અસમર્થ છે.
ટી 20 કિંગ્સ ક્રિસ ગેલ અને નિકોલસ પૂરણ પણ નથી ચાલી રહ્યા, જ્યારે રાહુલે બે અડધી સદી ફટકારી છે, પરંતુ તેને બીજા છેડેથી મદદ મળી નથી. દીપક હૂડાએ તેની સર્વાંગી ક્ષમતા બતાવી છે, પરંતુ તેને તેના પ્રભાવમાં સુસંગતતા લાવવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયાના ઝો રિચાર્ડસન અને રીલે મેરેડિથે પણ ટીમને નિરાશ કર્યા છે. પંજાબની ટીમ હવે મુરુગન અશ્વિનની જગ્યાએ એચ રવિ બિશ્નોઈને ટીમમાં સ્થાન આપી શકે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર