Home /News /sport /IPL 2021: પોઈન્ટ ટેબલ, ઓરેન્જ-પર્પલ કેપ અપડેટ, આ બે ટીમનું પ્લેઓફમાં સ્થાન નક્કી

IPL 2021: પોઈન્ટ ટેબલ, ઓરેન્જ-પર્પલ કેપ અપડેટ, આ બે ટીમનું પ્લેઓફમાં સ્થાન નક્કી

19મી તારીખથી આઈપીએલની બીજા ચરણની મેચો શરૂ થઈ છે.

IPL 2021: રાજસ્થાન (Rajsthan Royal) સામેની મેચ બાદ આરસીબી (RCB)એ પોઈન્ટ ટેબલ પર 14 અંક મેળવી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે, આરસીબીનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નક્કી છે.

સ્પોટ્સ ડેસ્ક: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ આઈપીએલમાં (IPL 2021) રાજસ્થાન રોયલ્સ (RR)ને હરાવીને પ્લેઓફની રેસમાં પોતાનો દાવો મજબૂત કરી લીઘો છે. રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ પહેલાથી જ 3 નંબર પર છે, હવે તેના 14 પોઈન્ટ છે અને તે ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) પછી ત્રીજા સ્થાને છે. બુધવારે દુબઈમાં રમાયેલી આ મેચમાં પોઈન્ટના સંદર્ભમાં પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સે આ ત્રણે ટીમોએ પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન પ્રથમ ચરણ અને બીજા ચરણમાં પણ ટોપ પર રાખ્યું છે આ ત્રણેય ટીમો ટોપ થ્રીમાં આવે છે. જ્યારે આ ત્રણેય ટીમોનું લગભગ ક્વોલીફાયરમાં પહોંચવું પણ નક્કી માનવામાં આવી રહ્યું છે. વિરાટ કોહલીની ટીમ માટે વધુ એક જીત તેમના સ્થાનને મજબૂત કરશે. આ સિઝનની તેમની સાતમી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે.

આઈપીએલ 2021નું આત્યાર સુધીનું સ્ટેટસ

  • આઈપીએલ 2021માં અત્યાર સુધીમાં 13542 રન બન્યા છે.

  • પાવર પ્લેમાં અત્યાર સુધીમાં 3938 રન કરવામાં આવ્યા છે.

  • IPL 2021માં 7600 રન તો બાઉન્ડ્રી મારીને કરવામાં આવ્યા છે.

  • આઈપીએલ 2021માં અત્યાર સુધીમાં 299 કેચ પકડવામાં આવ્યા છે.

  • IPL 2021માં ટોટલ 1141 ફોર બેટ્સમેનો દ્વારા કરવામાં આવી છે.

  • આઈપીએલ 2021માં અત્યાર સુધીમાં 506 સિક્સર મારવામાં આવી છે.

  • IPL 2021માં અત્યાર સુધીમાં 174 રન ફ્રીહીટ ફેકવામાં આવી છે.

  • આઈપીએલ 2021માં અત્યાર સુધીમાં 13 મેડન ઓવર ફેકવામાં આવી છે.

  • સૌથી ચોકાવનારા આંકાડો તો એ છે કે આઈપીએલ 2021માં અત્યાર સુધીમાં 56 ખેલાડીઓ શૂન્ય રન કરીને આઉટ થયા છે.

  • અત્યાર સુધીમાં આઈપીએલ 2021માં 59 ખેલાડીઓએ ફિફ્ટી મારી છે. જ્યારે 3 ખેલાડીઓએ સદી પણ ફટકારી છે.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સે આ ત્રણે ટીમોએ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.


IPL 2021ની ઓરેન્જ કેપ કોની પાસે ?

આઈપીએલ 2021માં ઓરેન્જ કેપ દિલ્હી કેપિટલ્સના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પાસે છે તેણે 11 મેચમાં 454 રન કરીને આઈપીએલ 2021માં આઈપીએલમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી છે. ત્યારે મહત્વનું છે કે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સૈમસન બીજા સ્થાને પહોંચ્યો છે અને તે ધવનથી માત્ર 2 રન પાછળ છે. પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ હાલમાં 11 મેચમાં 422 રન સાથે ત્રીજા સ્થાને છે. ફાફ ડુ પ્લેસિસની CSK 394 રન સાથે ચોથા સ્થાન પર છે.





IPL 2021ની પર્પલ કેપ કોની પાસે?

બેંગ્લોરના હર્ષલ પટેલની આ સિઝન ચાલુ ખુબજ સારી જઈ રહી છે, તેણે વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. અત્યારે, સૌથી વધુ 26 વિકેટ લેવાથી પર્પલ કેપ તેની પાસે છે, તે બ્રાવોના 32 વિકેટના રેકોર્ડથી માત્ર 6 વિકેટ દૂર છે. દિલ્હી કેપિટલ્સના આવેશ ખાન 18 વિકેટ સાથે બીજા સ્થાન પર છે. જ્યારે મુંબઈના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ 16 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે અને ત્યારબાદ પંજાબ કિંગ્સનો મોહમ્મદ શમી 14 વિકેટ સાથે ચોથા સ્થાને છે. રાજસ્થાનના ક્રિસ મોરિસ પણ 14 વિકેટ લીધી સાથે પાંચમા સ્થાને છે.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
First published:

Tags: Ipl 2021, IPL Latest News, IPL Points Table

विज्ञापन