IPL 2021Point Table: દિલ્હી નંબર વન, જાણો કઈ ટીમે કેટલી મેચ જીતી, કોણ છે સૌથી સફળ

આઈપીએલના પોઈન્ટ ટેબલ પર દ્લ્લી ટોપ પર છે. તસવીર PTI

IPL 2021 Phase 2: આઈપીએલ 2021ના પહેલા ચરણમાં તમામ ટીમઓએ 7થી 8 મેચો રમી છે, જેના આધારે દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals)ની ટીમ ટોપ પર છે.

  • Share this:
    નવી દિલ્હી: આઈપીએલ 2021નો (IPL 2021) બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. બીજા તબક્કાની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (chennai Super Kings) વચ્ચે રમાશે. થોડા મહિના પહેલા કોરોનાને કારણે, આ લીગ 29 મેચ બાદ જ મુલતવી રાખવામાં આવી હતી અને હવે બાકીની 31 મેચોનું આયોજન યુએઈમાં કરવામાં આવી રહ્યું છે. લીગ સ્થગિત કરવામાં આવી તે પહેલા તમામ 8 ટીમોએ 7 થી 8 મેચ રમી હતી અને આ મેચોના આધારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) 12 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ગત સીઝનમાં 7 માં સ્થાને રહેલી એમએસ ધોનીની (MS Dhoni) ચેન્નઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

    1. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals): દિલ્હીની ટીમે 8 માંથી 6 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. કુલ 12 અંક સાથે દિલ્હી ટોચ પર છે. તેની નેટ રન રેટ 0.547 છે.

    2. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super kings): આઈપીએલની સૌથી સફળ ટીમોમાંની એક, એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે 7 માંથી 5 મેચ જીતી, જ્યારે 2 મેચ હારી. CSK 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. CSKની નેટ રન રેટ 1.263 છે.

    3. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(Royal Challengers Bangalore): વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આરસીબીનો નેટ રનરેટ -0.171 છે. તેણે 7 માંથી 5 મેચ જીતી હતી, જ્યારે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

    4. મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians): IPL ના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ અને 5 વખતની ચેમ્પિયન મુંબઈ 7 માંથી 4 જીત અને 3 હાર મેળવી ચોથા સ્થાને છે. તેની પાસે કુલ 8 ગુણ છે. રોહિત શર્માની ટીમનો નેટ રન રેટ 0.062 છે.

    5. રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals): આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સ હાલની સિઝનમાં કુલ 6 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે. રાજસ્થાને 7 માંથી 3 મેચ જીતી, જ્યારે 4માં હારનો સામનો કરવો પડ્યો છે.રાજસ્થાનની નેટરન રેટ -0.190 છે.

    6. પંજાબ કિંગ્સ(Punjab Kings ): પંજાબ કિંગ્સે ચોક્કસપણે તેમનું નામ બદલ્યું, પરંતુ તેમના પ્રદર્શન પર કોઈ અસર થઈ નહીં. 8 મેચમાં તેણે માત્ર 3 જીત મેળવી હતી, જ્યારે તેને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કુલ 6 પોઈન્ટ સાથે તે છઠ્ઠા સ્થાને છે. પંજાબનો રન રેટ -0.368 છે.

    7. કોલકાતા નાઈટ રાઈડર્સ(Kolkata knight riders): શાહરુખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીમાં 7 માંથી માત્ર 2 મેચ જીતી છે, જ્યારે 5 માં હારનો સામનો કરવો પડ્યો છે. KKR 4 પોઈન્ટ સાથે 7માં સ્થાને છે.

    8. સનરાઇઝર્સ હૈદરાબાદ(Sunrisers Hyderabad): સનરાઇઝર્સ હૈદરાબાદ 7માંથી એક જીત સાથે પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હૈદરાબાદને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેના કુલ 2 પોઈન્ટ મેળવ્યા છે.


    આ પણ વાંચો: Explained: વિરાટ કોહલી IPLની કેપ્ટનશીપ છોડી આવી રીતે કામનું ભારણ હળવું કરી શકે

    ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
    Published by:kuldipsinh barot
    First published: