Home /News /sport /IPL 2021: મુંબઈ અને કોલકાતા વચ્ચે ચોથા સ્થાન માટે જંગ, રાજસ્થાન બગાડી શકે છે KKRનો ખેલ

IPL 2021: મુંબઈ અને કોલકાતા વચ્ચે ચોથા સ્થાન માટે જંગ, રાજસ્થાન બગાડી શકે છે KKRનો ખેલ

IPL 2021 Playoffs: મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી કોઈ એક અંતિમ ચારમાં પહોંચશે. (તસવીર- PTI)

IPL Point Table: મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી કોણ જશે પ્લેઓફમાં? સમીકરણો શું કહે છે?

નવી દિલ્હી. આઇપીએલ 2021માં (IPL 2021) મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સની વિરુદ્ધ (MI vs RR) જીત નોંધાવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. જીત માટે 91 રનના ટાર્ગેટને મુંબઈએ 8.2 ઓવરમાં જ પાર કરી દીધો હતો. હવે મુંબઈ 13 મેચમાં 12 પોઇન્ટ લઈને પ્લેઓફમાં (IPL 2021 Playoffs) ચોથા સ્થાન માટે કોલકાતા નાઇટ રાઇડર્સની (Kolkata Knight Riders- KKR) સાથે રેસમાં છે. KKR રનરેટના આધાર પર ચોથા સ્થાન પર છે જ્યારે મુંબઈ આ જીત બાદ પાંચમા સ્થાન પર છે. બંનેને એક-એક મેચ રમવાની બાકી છે. કોલકાતાના આગામી મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals- RR) સામે છે, જ્યારે મુંબઈની (Mumbai Indians- MI) છેલ્લી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sun Risers Hyderabad- SRH) સાથે રમાશે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals- DC), ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings- CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore- RCB) પ્લોઓફમાં પહોંચી ચૂકી છે.

રાજસ્થાન રોયલ્સને દસ ઓવરથી પણ વધુ બાકી હતી ત્યારે 8 વિકેટથી હરાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, તેની ટીમ સારા રનરેટને ધ્યાનમાં રાખી આ અંદાજમાં મેચ જીતવાના ઈરાદાથી ઉતરી હતી. તેણે પ્લેઓફમાં પહોંચવાની આશા વિશે કહ્યું કે, તમામ ટીમો એક બીજાને હરાવવામાં સક્ષમ છે. સારી વાત એ છે કે KKR અમારા પહેલા રમી રહ્યું છે તો અમને જાણી શકીશું કે શું કરવાનું છે.

મુંબઈને અંતિમ મેચમાં હૈદરાબાદનો સામનો કરવાનો છે જે આઇપીએલ પોઇન્ટ ટેબલમાં (IPL 2021 Point Table) સૌથી નીચા સ્થાને છે.


આ પણ વાંચો, IPL 2021: રોહિત શર્માની એક ચાલ અને ઈશાન કિશનની ધમાલ, તોફાની Fifty ફટકારી મેળવ્યું ફોર્મ

IPLના પહેલા ચરણમાં કોલકાતાને હરાવી ચૂક્યું છે રાજસ્થાન

રાજસ્થાન રોયલ્સે આઇપીએલની 14મી સીઝનમાં 13 મેચમાં 5 વાર જીત નોંધાવી છે, જ્યારે તેને 8 વાર હારનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં KKR માટે રોયલ્સ ખતરો બની શકે છે. IPL 2021ના પહેલા ચરણમાં રાજસ્થાને કોલકાતાને 6 વિકેટથી હરાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં KKRએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 133 રન કર્યા હતા. રાજસ્થાને કેપ્ટન સંજુ સેમસનના અણનમ 42 રનની ઇનિંગના કારણે આ ટાર્ગેટને ચાર વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી દીધો હતો.

આ પણ વાંચો, IPL 2021: કાશ્મીરના ઉમરાન મલિકે ડેબ્યૂ મેચમાં જ ફેંક્યો સૌથી ફાસ્ટ બોલ, બનાવ્યો ભારતીય રેકોર્ડ

મુંબઈનો સામનો સૌથી નબળી ટીમ હૈદરાબાદ સાથે

મુંબઈને અંતિમ મેચમાં હૈદરાબાદનો સામનો કરવાનો છે જે આઇપીએલ પોઇન્ટ ટેબલમાં (IPL 2021 Point Table) સૌથી નીચા સ્થાને છે. હૈદરાબાદ આ સીઝનમાં 12માંથી 10 મેચ હારી ચૂકી છે. ટીમમાં છેલ્લી ચાર મેચોમાં ઘણા ફેરફાર કરીને યુવા ખેલાડીઓને તક આપી છે. હૈદરાબાદના પ્રદર્શનને જોતાં નથી લાગતું કે તેઓ મુંબઈ ઈન્ડિયન્સને ટક્કર આપી શકે.
First published:

Tags: Ipl 2021, IPL Playoffs, IPL Point Table, Kolkata Knight Riders, Mumbai indians, ક્રિકેટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો