IPL 2021 Suspended: કોરોનાને કારણે આઇપીએલ જ નહિ, દુનિયાની તમામ લીગને મોટું નુકશાન

IPL 2021 Suspended: કોરોનાને કારણે આઇપીએલ જ નહિ, દુનિયાની તમામ લીગને મોટું નુકશાન

  • Share this:
    નવી દિલ્લી: આઇપીએલ 2021 (IPL 2021)ને અનિશ્ચિત કાળ સુધી સસ્પેન્ડ (IPL 2021 Suspended) કરી દેવામાં આવી છે. બીસીસીઆઇએ મંગળવારે વધુ બે ખેલાડીઓ સંક્રમિત થતા આ નિર્ણય કર્યો હતો. કેકેઆર (KKR) અને (CSK)ના સભ્યો એક દિવસ પહેલા સંક્રમિત થયા બાદ હૈદરાબાદના રિદ્ધિમાન શાહા અને દિલ્લી કેપિટલ્સનો અમિત મિશ્રા સંક્રમિત થયો હતો. ટી-20 લીગમાં હાલની સિઝનની વાત કરીએ તો 60માંથી 29 મેચ થઇ ગઇ છે અને 31 મેચ બાકી છે.

    આઈપીએલ સસ્પેન્ડ થયા બાદ બોર્ડની આવકમાં ઘટાડો થવાની સંભાવના છે. કોરોના વચ્ચે, ફક્ત ક્રિકેટ જ નહીં, પરંતુ વિશ્વની તમામ રમત-ગમત લીગને પણ નુકસાન થયું છે. જો તમે 2021 ફૂટબોલ મની લીગના આંકડા જોઈએ તો સ્પેનિશ ક્લબ બાર્સિલોનાએ આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 6300 કરોડની આવક કરી છે. પરંતુ આશરે 1100 કરોડ રૂપિયાની કમી હતી. એટલે કે માત્ર એક જ ક્લબની આવક એટલી ઘટી ગઈ. આ સિવાય અમેરિકાની બેઝબોલ લીગને પણ હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.



    રિપોર્ટ અનુસાર ટોપ -20 ફૂટબોલ ક્લબે આ સમયગાળા દરમિયાન લગભગ 73 હજાર કરોડ રૂપિયાની આવક કરી હતી, જે પાછલા વર્ષ કરતા 9 હજાર કરોડ રૂપિયા ઓછી છે. પાછલી સીઝનમાં, ક્લબોની આવક લગભગ 82 હજાર કરોડ હતી. કોરોનાને કારણે, ચાહકોને સ્ટેડિયમમાં આવવા પર પ્રતિબંધ છે. આને કારણે ટિકિટની આવક પર ક્લબ્સને મોટો ફટકો પડ્યો છે. નુકસાન ઘટાડવા માટે, ક્લબો નવી યુરોપિયન લીગ શરૂ કરવા જઈ રહી હતી. પરંતુ વિરોધ વચ્ચે તેણે પીછેહઠ કરવી પડી.

    કોરોનાને કારણે આઇપીએલની પાછલી સીઝન યુએઇમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આને કારણે આઈપીએલની બ્રાન્ડ વેલ્યુમાં 6.6 ટકાનો ઘટાડો થયો હતો. ડફ અને ફેલ્પ્સના મતે ગયા વર્ષે આઈપીએલની બ્રાન્ડ વેલ્યુ લગભગ 46 હજાર કરોડ રૂપિયા હતી. એક વર્ષ પહેલા આ મૂલ્ય આશરે 47 હજાર 500 કરોડ રૂપિયા હતું. જોકે આઈપીએલ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. ગયા વર્ષે બોર્ડને તેની પાસેથી આશરે 4 હજાર કરોડ રૂપિયાની આવક થઈ હતી. હવે જ્યારે ટૂર્નામેન્ટ આ વર્ષે પૂર્ણ થઈ હોત, તો બોર્ડને આશરે સમાન આવકની અપેક્ષા કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:May 04, 2021, 17:12 pm

    ટૉપ ન્યૂઝ