IPL 2021: નીતીશ રાણાએ મારેલી બાઉન્ડ્રીથી કેમેરો ટૂટ્યો, રાશિદ ખાનનું રિએક્શન થયું વાયરલ, જુઓ Video

નીતીશ રાણાએ શોટ મારતા કેમેરાનો લેન્સ ટૂટી ગયો હતો.

IPL 2021: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ નીતિશ રાણા (Nititsh Rana) સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)સામે 17મી ઓવરમાં જેસન હોલ્ડરના બોલ પર ફોર મારી હતી. જેનાથી બાઉન્ડ્રી લાઈન પર રહેલો કેમેરો તોડી નાખ્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની વચ્ચે આઈપીએલની (IPL 2021) 49મી મેચનમાં નીતીશ રાણાએ (Nitish Rana)એ બાઉન્ડ્રી ફટકારતા બ્રોડકાસ્ટ કેમેરો ટૂટી ગયો હતો. પરંતુ આ મુ્દ્દે રાશિદ ખાને (Rashid Khan) જે રીએક્શન આપ્યું તે વાયરલ થઈ રહ્યું છે. મેચની 17મી ઓવરમાં નીતિશ રાણાએ જેસન હોલ્ડરના બોલ પર ચોક્કો માર્યો હતચો. અને બોલ સીધો જ બાઉન્ડ્રી પર રહેલા કેમેરાના લેન્સમાં ઘુસી ગયો હતો ત્યાર બાદ રાશિદ ખાન કેમેરાની તપાસ કરી રહ્યો હતો તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

    રાશિદ ખાન દ્વારા આપવામાં આવેલું આ રિએક્શન સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યું છે, જોકે તે પછીના બોલ પર રાણા આઉટ થઈ ગયો હતો. તેણે 33 બોલમાં 3 ફોરની મદદથી 25 રન કર્યા હતા. શુભમન ગીલે સૌથી વધુ રન કરીને કોલકાતાને જીત અપાવી હતી.





    શુભમન ગીલે 21 બોલમાં 57 રન કર્યા અને તેની શાનદાર ઈનિંગની મદદથી કોલકાતાએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર વિજય મળ્યો હતો. હેદરાબાદે 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ગીલની વિકેટ પડતા કેકેઆર થોડી મુશ્કેલીમાં જોવા મળી હતી. પરંતુ ત્યાર બાદ નીતીશ રાણા અને દિનેશ કાર્તિકે કોલકાતાને જીત અપાવી દીધી છે.

    હૈદરાબાદ પર વિજય બાદ પોઇન્ટ ટેબલમાં કેકેઆરની સ્થિતિ વધુ મજબૂત બની છે અને પ્લેઓફ માટે મજબૂત દાવો રજૂ કર્યો છે. જોકે, રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પણ ચોથા સ્થાન માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે.

    આ પણ વાંચો: IPL: કાશ્મીરના ઉમરાન મલિકે ડેબ્યૂ મેચમાં જ ફેંક્યો સૌથી ફાસ્ટ બોલ, બનાવ્યો ભારતીય રેકોર્ડ

    કેકેઆરે (KKR) પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા અકબંધ રાખી છે. આઈપીએલ 2021 (IPL 2021) ની મેચમાં ટીમે રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 6 વિકેટે હરાવ્યો હતો. કેકેઆરની આ 13 મેચમાં છઠ્ઠી જીત છે. ટીમ 12 પોઇન્ટ સાથે ટેબલમાં ચોથા નંબરે છે. મેચમાં પ્રથમ રમતા હૈદરાબાદે 8 વિકેટે 115 રન બનાવ્યા હતા. જવાબમાં KKR એ લક્ષ્યાંક 19.4 ઓવરમાં 4 વિકેટે હાંસલ કરી લીધો. શુભમન ગિલે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. 12 મેચમાં હૈદરાબાદની આ 10 મી હાર છે.
    Published by:kuldipsinh barot
    First published: