MI vs SRH: ચેંમ્પિયન મુંબઇની હવે હૈદરાબાદ સાથે થશ જંગ, ટીમમાં કરી શકે છે આ બદલાવ

MI vs SRH: ચેંમ્પિયન મુંબઇની હવે હૈદરાબાદ સાથે થશ જંગ, ટીમમાં કરી શકે છે આ બદલાવ

  • Share this:
    ચેન્નાઈ: વિશ્વની સૌથી ધનિક ટી-20 લીગ આઈપીએલની 14મી સીઝનની 9મી મેચ શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (MI vs SRH)વચ્ચે રમાવાની છે. મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. પાંચ વખતની રેકોર્ડ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે હારથી સિઝનની શરૂઆત કરી હશે, પરંતુ પછીની મેચમાં, તેમના ખેલાડીઓ લયમાં પાછા ફર્યા અને કોલકાતા નાઈટ રાઇડર્સને 10 રને હરાવી. હવે ડેવિડ વોર્નરની હૈદરાબાદની ટીમનો સામે તેમની આગમી મેચ છે.

    મુંબઈ ઈન્ડિયન્સે સિઝનમાં અત્યાર સુધીની બે મેચમાંથી એક મેચ જીતી લીધી છે, જ્યારે હૈદરાબાદની સિઝન અત્યાર સુધી નબળી રહી છે અને તેમને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઇના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં હૈદરાબાદને કોલકાતાથી 10 રને પરાજય મળ્યો હતો, જ્યારે તે જ ગ્રાઉન્ડ પર વિરાટ કોહલીની કપ્તાની રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 રનથી પરાજય મળ્યો હતો. હૈદરાબાદની ટીમ ઇચ્છે છે કે તે લયમાં પાછી ફરે અને મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને સિઝનની પહેલી જીત નોંધાવે.



    બીજી તરફ મુંબઈની ટીમને આ સિઝનની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બે વિકેટથી હરી હતી. ખાસ વાત એ છે કે, મુંબઈના બોલરોની સામે બેંગ્લોરને જીતવા માટે છેલ્લી બોલ સુધી રાહ જોવી પડી. આ પછી, કોલકાતાની ટીમ ચેન્નાઈના આ ગ્રાઉન્ડ પર મુંબઇ સામેની જીતનાં ટ્રેક પર જોવા મળી હતી, પરંતુ બોલરોએ તેમનું સ્વપ્ન સાકાર થવા દીધું ન હતું. હવે હૈદરાબાદનું પડકાર મુંબઈ સામે હશે.

    આ મેચ માટે મુંબઇની પ્લેઇંગ-ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જોકે આ પીચ પર માત્ર એક બોલરનો સમાવેશ કરી શકાય છે, જે બોલરો માટે વધુ સારું છે. તે જ સમયે, છેલ્લી મેચમાં હૈદરાબાદની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં તેમની પાસે વધુ સારા બોલરો છે અને તે જ પ્લેઇંગ-ઈલેવન સાથે ટીમ ઉતરી શકે છે.

    સંભવિત પ્લઇંગ - XI

    મુંબઇ ઇન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, પોલાર્ડ, ક્રુનાલ પંડ્યા, માર્કો જેન્સન, રાહુલ ચહર, જસમીત બુમરાહ અને ટ્રેન્ટ બૌલ્ટ.

    સનરાઇઝર્સ હૈદરાબાદ: રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), ડેવિડ વોર્નર (કેપ્ટન), મનીષ પાંડે, જોની બેયરસ્ટો, અબ્દુલ સમાદ, વિજય શંકર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, શાહબાઝ નદીમ અને ટી નટરાજન.
    Published by:kuldipsinh barot
    First published:April 16, 2021, 23:19 pm

    ટૉપ ન્યૂઝ