IPL 2021: કાલથી શરૂ થશે ઇન્ડિયાનો તહેવાર, મુંબઇ vs બેંગલોર વચ્ચે પહેલી મેચ

IPL 2021: કાલથી શરૂ થશે ઇન્ડિયાનો તહેવાર, મુંબઇ vs બેંગલોર વચ્ચે પહેલી મેચ

  • Share this:
    નવી દિલ્હી: દુનિયાની સૌથી આકર્ષણ ધરાવતા ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રિમિયર લીંગની (IPL)ની શરૂઆત 9 એપ્રિલે થઇ જશે પ્રથમ મેચ આવતી કાલે ટેન્નાઇ અને ગત વર્ષની ફાઇનલ જીતેલી ટીમ મુંબઇ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગલોરની વચ્ચે રમાશે. પાંચ વાર ચેમ્પિયન બનેલ મુંબઇની ટીમ આઇપીએલના ઈતિહાસમાં વિરાટ કોહલીની ટીમ આરસીબી પર હંમેશા ભારે પડી છે, અને આરસીબી અને મુંબઈની ટીમ વચ્ચે રમાયેલી અત્યારસુધીની 29 મેચમાં 19 વાર મુંબઇની ટીમે જીત મેળવી છે.

    સતત બીજા વર્ષે પણ કોરોના વાયરસને કારણે આઇપીએલની મેચ દર્શકો વિના રમાશે. એવામાં આઇપીએલના દિવાનાઓ માટે મોબાઇલ અને ટીવી સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. આ વખતે આઇપીએલની મેચો ચેન્નાઇ, મુંબઇ, અમદાવાદ, બેંગલોર, કોલકત્તા, અને દિલ્લીમાં યોજાવાની છે. મહત્વનું છે, કે કોઇ પણ ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર નહિ રમે.



    અમદાવાદ : ISIનો હેન્ડલર લખતો, 'દુકાન પે આ જાઓ,' Exclusive ચેટમાં મોટો પર્દાફાશ

    ક્યાં સમય પર શરૂ થશે આઇપીએલની મેચ?
    આઇપીએલ 2021ની પહેલી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

    આઇપીએલની પહેલી મેચ ક્યાં રમાશે?
    આઇપીએલની પહેલી મેચ 9 એપ્રિલે શુક્રવારે ચેન્નાઇમાં રમાશે.

    વીવો આઇપીએલનું મેચનું લાઇવ સ્ટ્રીમીંગ ક્યાં દેખાશે?
    તમે આઇપીએલ 2021ની મેચોનું લાઇવ સ્ટ્રીમીંગ ડિઝ્ની+હોટસ્ટાર પર જોઇ શકો છો. આ તમે લાઇવ અપડેટ્સ અમારી વેબસાઇટ પર લાઇવ પણ જોઇ શકો છો.

    'હું એક સારો દીકરો ન બની શક્યો, ન કમાઈ શક્યો,' રાજકોટમાં મિકેનિકલ એન્જિનિયરનો આપઘાત

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ: વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, યુઝવેન્દ્ર ચહલ, દેવદત્ત પડ્ડિકલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, એડમ જમ્પા, શાહબાઝ અહેમદ, ફિન એલન, કેન રિચાર્ડસન, પવન દેશપાંડે, ગ્લેન મેક્સવેલ, સચિન બેબી, રજત પાટીદાર, મોહમ્મદ અઝહરૂદ્દીન, હર્ષલ પટેલ, સુયેશ પ્રભુદેસાઈ, કેએસ ભારત, કાયલ જેમ્સન, ડેનિયલ ક્રિશ્ચિયન

    મુંબઈ ઈન્ડિયન્સની સંપૂર્ણ ટીમ: રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડિકોક, રાહુલ ચહર, સૂર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિસ લિન , સૌરભ તિવારી, મોહસીન ખાન, એડમ મિલને, નાથન કપ્લટર નાઇલ, પિયુષ ચાવલા, માર્કો જાનસેન, યુધવીર સિંઘ, જેમ્સ નીશમ અને અર્જુન તેંડુલકર
    Published by:kuldipsinh barot
    First published:April 08, 2021, 15:29 pm

    ટૉપ ન્યૂઝ