KKR vs MI IPL 2021: કોલકત્તાએ મુંબઈને સાત વિકેટે આપી માત, ત્રિપાઠી- વેક્ટેશની શાનદાર ફિફ્ટી

KKRનો MI સામે શાનદાર વિજય. તસવીર-iplt20.com

Mumbai Indians vs Kolkata knight Riders IPL 2021 Live: મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની વચ્ચે આઈપીએલ 2021માં 34મી મેચ આજે શરૂ થશે. મુંબઈની ટીમ આઠમાંથી ચાર જીત સાથે આઈપીએલના પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે.

  • Share this:
    નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021) ની 34 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata knight Riders) મેચમાં પ્રથમ ટોસ જીતીને કોલકત્તા (KKR)એ પ્રથમ બોલિંગ  કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં મુંબઈ (MI)એ બેટીંગ શરૂ કરી અને સારી શરૂઆત મળી 10 ઓવરના અંતે મુંબઈએ 80 રન કરીને એક જ વિકેટ ગુમાવી હતી પરંતુ અંતે કોલકત્તાના બોલરોએ જોરદાર બોલિંગ કરી અને 20 ઓવરના અંતે મુંબઈએ 6 વિકેટ ગુમાવીને 155 રન કર્યા હતા. જેમાં કિષ્ણા અને લોકીને 2-2 વિકેટ મળી હતી. કોલકત્તાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી અને 15.1 ઓવરમાંજ 3 વિકેટ ગુમાવીને 159 રન કર્યા હતા. જેમાં રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi) અને વેંક્ટેશ ઐયરની ફિફ્ટીની મદદથી કોલકત્તાએ મેચ જીતી લીધી છે જીત સાથે જ કોલકત્તાએ પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને પહોંચી ગઈ છે.

    Mumbai Indians vs Kolkata knight Riders IPL 2021 Live

    • 15.1 ઓવરમાંજ કોલકત્તાએ મેચ જીતી લીઘી હતી.

    • 14મી ઓવરના પ્રથમ બોલ પર કેપ્ટન મોર્ગન આઉટ થયો પરંતુ અંતે મેચમાં કોલકત્તાનો જોરદાર વિજય થયો.

    • 11મી ઓવરના ચોથા બોલ પર વેંકટેશ ઐયર 53 રન કરીને આઉટ થયો હતો.

    • 3જી ઓવરમાં શુભમન ગીલ 13 રન કરીને બુમરાહનો શિકાર થયો હતો.

    • KKRની જોરદાર શરૂઆત મળી હતી.

    • 19મી ઓવરમાં પોલાર્ટ રન આઉટ થયો અને કૃણાલ પંડ્યા પણ આઉટ થયો હતો. મુંબઈએ 20 ઓવરના અંતે 155 રન કરીને 6 વિકેટ ગુમાવી હતી. કોલકત્તાને 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

    • 16મી ઓવરમાં ઈશાન કિશન 14 રન કરીને આઉટ થયો હતો.

    • 14મી ઓવરના પાંચમા બોલ પર ક્વિન્ટન ડિકોક 55 રન કરીને આઉટ થયો હતો ત્યારે મુંબઈનો સ્કોર 106/3 હતો.

    • 12મી ઓવરમાં પ્રસિદ્ધ કિષ્ણાએ 5 રન કરેલ સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો હતો.

    • 9મી ઓવરમાં નારાણયની ઓવરમાં રોહિત શર્મા 33 રન કરીને આઉટ થયો હતો.

    • મુંબઈની ટીમમાં રોહિત શર્માની એન્ટ્રીથી ટીમ મજબૂત બની ગઈ છે.

    • કોલકત્તાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવોનો નિર્ણય કર્યો હતો.


    તમને જણાવી દઈએ કે આ મેચ બંને ટીમો માટે ખૂબ મહત્વની છે કારણ કે પોઈન્ટ ટેબલમાં હાર અને જીત બંને ટીમોને અસર કરી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 8 માંથી 4 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. કોલકાતા નાઈટ રાઈડર્સે 8 મેચમાં 3 જીત નોંધાવી છે પરંતુ વધુ એક જીત તેમને ટોપ 4 માં લઈ શકે છે કારણ કે તેમનો નેટ રન રેટ +0.110 છે. 

    IPL 2021 નું જીવંત પ્રસારણ ક્યાં જોવું?

    IPL 2021 ની મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.

    આઈપીએલ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો?

    આઇપીએલ 2021 મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર જોઇ શકાય છે. આ સાથે, તમે લાઇવ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ  News 18 ગુજરાતી ને અનુસરી શકો છો.

    બંન્નેની ટીમ આ મુજબ

    કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata knight Riders): વેંકટેશ અય્યર, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા, ઈઓન મોર્ગન, દિનેશ કાર્તિક, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, વરુણ ચક્રવર્તી અને પ્રસિદ્ધ કૃષ્ણ.

    આ પણ વાંચો: IPL 2021 પર કોરોનાનું સંકટ, સનરાઈઝર્સ હૈદરાબાદનો આ ખેલાડી પોઝિટિવ થતા 7 સભ્યો આઈસોલેટ

    મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians):  રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, સૌરભ તિવારી, કિરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, એડમ મિલને, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ
    Published by:kuldipsinh barot
    First published: