Home /News /sport /

IPL 2021: ઘોનીનું ફોર્મ પાછુ આવ્યુ, હેલીકોપ્ટર શોર્ટનો વીડિયો થયો જોરદાર વાયરલ

IPL 2021: ઘોનીનું ફોર્મ પાછુ આવ્યુ, હેલીકોપ્ટર શોર્ટનો વીડિયો થયો જોરદાર વાયરલ

આઈપીએલ 2021: એમએસ ધોનીનું ફોર્મ પાછું આવ્યું (તસવીર દિપક ચહર ઈન્સ્ટાગ્રામ)

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021) ના બીજા તબક્કા પહેલા, એમએસ ધોની (MS Dhoni) અને તેની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ યુએઈમાં જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યી છે. મોટી વાત એ છે કે, કેપ્ટન ધોની શાનદાર બેટિંગ ફોર્મમાં જોવા મળ્યો હતો.

    નવી દિલ્હી: આઈપીએલ (IPL 2021)માં એમએસ ઘોની (MS Dhoni)નો જલવો હજી પણ યથાવત છે. ભલે તેની બેટિંગ છેલ્લા કેટલાક સમયથી ફિકી પડી ગઈ છે. પરંતું છતા પણ તે દુનિયાનો શ્રેષ્ટ મેચ વિનર ખેલાડી તરીકે ઓળખાય છે. આમ તો આઈપીએલ 2021માં બીજા ફેઝ માટે તો ચેન્નાઈ સુપરકિંગ્સ માટે સારા સમાચાર છે. ખરેખર તો મહેન્દ્રસિંહ ઘોની ટૂર્નામેન્ટ પહેલા જોરદાર ફોર્મામાં નજર આવી રહ્યો છે. ધોનીની બેટિંગનો એક વીડિયો ચેન્નાઈ સુપરકિંગ્સે ટ્વિટ કર્યો છે. જેમાં તે જોરદાર બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. ધોનીના બેટની જોરદાર સ્પિડ જોવા મળી રહી છે અને બોલ ગોળીની જેમ બાઉન્ડ્રી પર પહોંચી રહ્યો છે.

    ચેન્નાઈ સુપર કિંગ્સે ચાહકો સાથે શેર કરેલા વીડિયોમાં ધોની યોર્કર બોલ પર હેલિકોપ્ટર શોટ મારતો જોવા મળી રહ્યો છે. આ સિવાય તેણે દીપક ચહરના બોલ પર કવર્સ પર શાનદાર ફોર પણ ફટકારી હતી. તે સ્પષ્ટ છે કે, ધોની એક અલગ રંગમાં જોવા મળી રહ્યો છે. ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહરે પણ આ વાત જણાવી છે કે, આ સમયે ધોની એક અલગ રંગમાં જોવા મળી રહ્યો છે. દીપક ચાહરે કહ્યું કે, ધોની છેલ્લા ત્રણ વર્ષમાં શ્રેષ્ઠ ફોર્મમાં દેખાઈ રહ્યો છે અને તેના બેટમાંથી લાંબી સિક્સર આવી રહી છે.





    મહત્વનું છે કે, એમએસ ધોનીની બેટિંગ લાંબા સમયથી જોવા મળી નથી, તે છેલ્લી સીઝનમાં તે ફ્લોપ રહ્યો હતો અને આ સિઝનના પહેલા હાફમાં પણ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ધોનીએ IPL 2020માં 14 મેચમાં માત્ર 25ની એવરેજથી 200 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ માત્ર 116ની હતી. IPL 2021માં પણ ધોનીની બેટિંગ એવરેજ માત્ર 12.33 છે અને તેના બેટમાંથી માત્ર 37 રન જ થયા છે. તે સ્પષ્ટ છે કે, ધોનીના ચાહકો તેના બેટથી મોટી અને ઝડપી ઇનિંગની રાહ જોઈ રહ્યા છે.

    આ પણ વાંચો: યોર્કરના કિંગ શ્રીલંકન બોલર લસિથ મલિંગાએ ટી-20 ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

    ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં જીતનો મોટો દાવેદાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 7 માંથી 5 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. એટલે કે, ચેન્નાઈએ પ્લે ઓફમાં પહોંચવા માટે 7 માંથી માત્ર 3 મેચ જીતવી પડશે. છેલ્લી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી, પરંતુ આ વખતે આ ટીમ જીત માટે મોટી દાવેદાર હોવાનું જણાય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Chennai super kings, CSK, Ipl 2021

    આગામી સમાચાર