IPL રદ થઇ પણ હજી સુઘી રાંચી નથી પહોંચ્યો ધોની, પહેલા વિદેશી ખેલાડીઓને મોકલશે ઘરે

IPL રદ થઇ પણ હજી સુઘી રાંચી નથી પહોંચ્યો ધોની, પહેલા વિદેશી ખેલાડીઓને મોકલશે ઘરે

 • Share this:
  નવી દિલ્લી: ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના એક નિર્ણયે ફેન્સનું દિલ જીતી લીઘું છે. કોરોના વાયરસના કહેરને કારણે મંગળવારે (4 મે)થી આઇપીએલ મેચો પર અનિશ્ચિતકાળ સુધી રદ કરવામાં આવી છે. ખેલાડીઓ ધીરે ધીરે તેમના ઘરે પહોંચી રહ્યા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ તેની પત્ની પાસે મુંબઇ પહોંચી ગયો છે. જ્યારે બીજી બાજુ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોનીએ નિર્ણય કર્યો છે કે, તે ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી ઘરે પહોંચનાર છેલ્લો ખેલાડી બનશે, સીએસકેના એક સભ્યના જણાવ્યા અનુસાર ઘોનીએ નિર્ણય લીધો છે કે, તે તમામ વિદેશી ખેલાડીઓને ઘરે મોકલ્યા બાદ જ પોતાના ધરે જશે. ચેન્નાઇના ખેલાડી સૈમ કરેન અને મોઇન અલી સ્વદેશ પહોંચી ગયા છે. બીસીસીઆઇની મદદથી ચાર્ટર્ડ પ્લેનથી તેમને વિદેશ મોકલી દેવમાં આવ્યા છે.

  ટીમના સાથી ખેલાડીઓ સાથે વર્ચુઅલ મીટિંગમાં ધોનીએ કહ્યું હતું કે, આઇપીએલ ભારતમાં થઈ થઇ હોવાથી વિદેશી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને વિદેશમાં પરત મોકલવાને પ્રાધાન્ય આપવું જોઈએ. ભારતીય ખેલાડીઓ પાછળથી ઘરે પરત ફરી શકે છે. સીએસકેના સભ્યોએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, 'મહી ભાઈએ કહ્યું કે, તે ટીમમાંથી છેલ્લા વ્યક્તિ તરીકે હોટેલ છોડશે. તે વિદેશીઓ અને ત્યારબાદ ભારતીય ખેલાડીઓને ઘરે મોકલવા માંગે છે. જ્યારે દરેક સલામત રીતે તેમના ઘરે પહોંચશે, ત્યારે તેઓ છેલ્લી ફ્લાઇટ લઇને તેમના ઘરે જશે.


  કાતિલ કોરોના સામે લડી રહેલા દક્ષિણ દિલ્લીના લોકોને મફતમાં ભોજન આપશે પઠાણ એકેડમી


  સીએસકેએ દિલ્હીથી તેના ખેલાડીઓ માટેની ચાર્ટર્ડ ફ્લાઇટ્સ માટેની વિશેષ વ્યવસ્થા કરી છે. ચેન્નઈના ખેલાડીઓ માટે દસ સીટરનું વિમાન સવારે રાજકોટ અને મુંબઇથી રવાના થશે. તે જ સમયે, અન્ય ખેલાડીઓ સાંજે બેંગ્લુરુ અને ચેન્નાઇમાં મેદાનમાં ઉતરશે. ધોની ગુરુવારે સાંજે રાંચીમાં તેના ઘરે જવાનું છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ જેવી ટીમોએ પણ તેમના ભારતીય ખેલાડીઓ માટે ચાર્ટર્ડ પ્લેન ગોઠવી દીધા છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ પોતપોતાના સ્થળોએ વ્યાપારી ફ્લાઇટમાં સવાર થયા હતા.

  ICC Test Ranking: ઋષભ પંત ટેસ્ટમાં છઠ્ઠા સ્થાને, પાકિસ્તાનના કેપ્ટન બાબરને પાછળ છોડ્યો


  ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં ભાગ લઈ રહેલા ઇંગ્લેન્ડના 11 ખેલાડીઓમાંથી આઠ, બુધવારે જોસ બટલર અને જોની બેરસ્ટો સહિત સ્વદેશ પરત ફર્યા છે. સ્કાય સ્પોર્ટ્સ અનુસાર, સેમ ક્યુરેન, ટોમ ક્યુરેન, સેમ બિલિંગ્સ, ક્રિસ વોક્સ, મોઇન અલી અને જેસન રોય યુકે પહોંચ્યા છે. ઇંગ્લેન્ડના મર્યાદિત ઓવરના ફોર્મેટના કેપ્ટન આયન મોર્ગન, ડેવિડ મલાન અને ક્રિસ જોર્ડન આગામી 48 કલાકમાં ભારત છોડશે તેવી સંભાવના છે.
  Published by:kuldipsinh barot
  First published:May 06, 2021, 16:44 pm

  ટૉપ ન્યૂઝ