MI vs RCB: આરસીબીનો રોમાંચક મેચમાં 2 વિકેટે વિજય, આઈપીએલમાં જીત સાથે શરૂઆત

MI vs RCB: આરસીબીનો રોમાંચક મેચમાં 2 વિકેટે વિજય, આઈપીએલમાં જીત સાથે શરૂઆત
(તસવીર - બીસીસીઆઈ)

હર્ષલ પટેલની 5 વિકેટ, એબી ડી વિલિયર્સના 48 રન

  • Share this:
    ચેન્નાઇ : હર્ષલ પટેલની ચુસ્ત બોલિંગ (5 વિકેટ) બાદ એબી ડી વિલિયર્સના 48 અને ગ્લેન મેક્સવેલના 39 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-14ની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 2 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 20 ઓવરમાં 8 વિકેટે 160 રન બનાવી લીધા હતા. બેંગલોરે જીત સાથે આઈપીએલની શરૂઆત કરી છે.

    મેચ અપડેટ્સ



    -ડી વિલિયર્સના 27 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે 48 રન

    -ગ્લેન મેક્સવેલના 28 બોલમાં 3 ફોર,  સિક્સર સાથે 39 રન

    -વિરાટ કોહલી 33 રને એલબી આઉટ

    -વોશિંગ્ટન સુંદર 10 રને આઉટ

    -હર્ષલ પટેલે 27 રનમાં 5 વિકેટ ઝડપી

    -ઇશાન કિશનના 19 બોલમાં 28 રન

    -પોલાર્ડ અને ક્રુણાલ પંડ્યાના 7-7 રન

    -હાર્દિક પંડ્યા 13 રને આઉટ

    -ક્રિસ લિનના 35 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે 49 રન

    -સૂર્યકુમાર યાદવના 23 બોલમાં 31 રન

    -રોહિત શર્મા 19 રને રન આઉટ

    -રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

    - મુંબઈની ટીમમાં બે ખેલાડી ડેબ્યૂ કરી રહ્યા છે. ક્રિસ લિન ઓપનિંગ કરશે જ્યારે દક્ષિણ આફ્રિકાનો બોલર માર્કો જેનસન પણ આઈપીએલમાં પોતાની પ્રથમ મેચ રમશે.

    બંને ટીમો આ પ્રકારે છે

    આરસીબી - વિરાટ કોહલી, રજત પાટીદાર, એબી ડી વિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ ક્રિશ્ચિયન, વોશિંગ્ટન સુંદર, કાયલ જેમિસન, શાહબાઝ અહમદ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ

    મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, માર્કો જેનસન, જયંત યાદવ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ
    Published by:Ashish Goyal
    First published:April 09, 2021, 19:18 pm

    ટૉપ ન્યૂઝ