IPL 2021 પર કોરોનાનું સંકટ, સનરાઈઝર્સ હૈદરાબાદનો આ ખેલાડી પોઝિટિવ થતા ટીમના 7 સભ્યો આઈસોલેટ

આજની મેચ પહેલા હૈદરાબાદના ખેલાડી નટરાજનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

IPL 2021, DC vs SRH: સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ખેલાડી અને ફાસ્ટ બોલર ટી-નટરાજન (T Natrajan)નો કોવીડ-19 (Covid-19) રીપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે અને ટીમના 7 સભ્યોને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.

  • Share this:
    નવી દિલ્હી: દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની સામે મેચ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisres Hyderabad)નો એક ખેલાડી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી અને હૈદરાબાદ (DCvsSRH) ની વચ્ચે આજે સાંજે 7.30 વાગ્યે દુબઈમાં 33મી આઈપીએલ મેચ રમાશે. બીસીસઆઈ (BCCI)ની જાહેરાત અનુસાર, ટીમના ફાસ્ટ બોલર ટી નટરાજન (T Natrajan)નો આરટી-પીસીઆર ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેના કારણે ટીમના બાકીના 7 સભ્યોને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

    મહત્વનું છે કે, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના નટરાજન અને સપોર્ટ સ્ટાફ સહિત કુલ 7 લોકોને આઈસોલેટમાં મોકલવામાં આવ્યા છે. જેમાં ઓલરાઉન્ડર વિજય શંકર, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝિયો શ્યામ સુંદર, ડો.અંજના, લોજિસ્ટિક્સ મેનેજર તુષાર ખેડકર અને નેટ બોલર પી ગણેશનનો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ સમય અનુસાર થશે. હૈદરાબાદના ખેલાડીઓની RT-PCR ટેસ્ટ સવારે 5 વાગ્યે કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ટીમ નેગેટિવ આવી હતી.

    જોની બેયરસ્ટો પછી હવે હૈદરાબાદ ટી નટરાજન અને વિજય શંકરને પણ ટીમની બહાર કરવો પડશે. બેયરસ્ટોએ આઈપીએલના બીજા તબક્કામાંથી દૂર થવાનો નિર્ણય કર્યો છે. હવે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે વધુ જવાબદારી લેવી પડશે. ટીમને કેન વિલિયમસન, મનીષ પાંડે, રિદ્ધિમાન સાહા, કેદાર જાધવ અને અબ્દુલ સમાદના સારા યોગદાનની જરૂર છે.

    આ પણ વાંચો:CorornaIPL 2021: ટી નટરાજનને કોરોના પોઝિટિવ હોવા છતા દિલ્હી-હૈદરાબાદ થશે મેચ, BCCIનો મોટો નિર્ણય

    આ છે બંન્ને ટીમોના સભ્યો

    દિલ્હી કેપિટલ્સ: રિષભ પંત (કેપ્ટન), અજિંક્ય રહાણે, પૃથ્વી શો, રિપલ પટેલ, શિખર ધવન, શિમરોન હેટમાયર, શ્રેયસ અય્યર, સ્ટીવ સ્મિથ, અમિત મિશ્રા, અનરિક નોરખીયા, અવેશ ખાન, બેન દ્વારશુઈ, ઈશાંત શર્મા, કાગીસો રબાડા, કુલવંત ખેજરોલિયા , લુકમેન મેરીવાલા, પ્રવીણ દુબે, ટોમ કુરન, ઉમેશ યાદવ, અક્ષર પટેલ, લલિત યાદવ, માર્કસ સ્ટોઇનિસ, રવિચંદ્રન અશ્વિન, સેમ બિલિંગ્સ અને વિષ્ણુ વિનોદ.

    સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન (કેપ્ટન), ડેવિડ વોર્નર, મનીષ પાંડે, શેરફેન રધરફોર્ડ, રિદ્ધિમાન સાહા, શ્રીવત્સ ગોસ્વામી, રશીદ ખાન, વિજય શંકર, મોહમ્મદ નબી, અભિષેક શર્મા, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, ટી નટરાજન, બેસિલ થમ્પી , સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, અબ્દુલ સમદ, જે સુચિત, જેસન હોલ્ડર, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, કેદાર જાધવ, મુજીબ-ઉર-રહેમાન, જેસન રોય.
    Published by:kuldipsinh barot
    First published: