IPL 2021: દિલ્લી અને રાજસ્થાની જંગ, રબાડા અને ડેવિડ મિલરને ટીમમાં મળ્યું સ્થાન

IPL 2021: દિલ્લી અને રાજસ્થાની જંગ, રબાડા અને ડેવિડ મિલરને ટીમમાં મળ્યું સ્થાન

  • Share this:
    મુંબઈ: વાનખેડે સ્ટેડિયમ ખાતેની આઇપીએલ 2021(IPL 2021)ની 7મી મેચમાં પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ સામે છે. મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચને બે યુવા કેપ્ટનની ટક્કર તરીકે પણ જોવામાં આવી રહી છે. એક રીતે, ઋષભ પંત દિલ્હીનો કેપ્ટન છે, જ્યારે સંજુ રાજસ્થાનની કમાન સંભાળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, બંને વિકેટકીપર બેટ્સમેન છે અને આ ટી 20 લીગમાં તેઓ પહેલીવાર પોતાની ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યા છે.

    આ મેચ માટે રાજસ્થાનની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની જગ્યાએ ડેવિડ મિલરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને શ્રેયસ ગોપાલની જગ્યાએ જયદેવ ઉનાડકટને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે જ કાગિસો રબાડા અને લલિત યાદવને દિલ્હીની ટીમમાં સ્થાન મળ્યું છે. આ મેચમાં શિમરન હેટ્મિયર નથી.



    આઈપીએલની 14મી સીઝનમાં, દિલ્હી કેપિટલ્સએ જીતથી શરૂઆત કરી અને ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાની પહેલી મેચમાં 7 વિકેટે હરાવી, જે વાનખેડેમાં રમાઈ હતી. તે જ સમયે, મુંબઇના સમાન મેદાન પર, રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સ સામે 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં કેપ્ટન સંજુ સેમસનને 119 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી પરંતુ તે જીતી શક્યો ન હતો.

    પ્લેઈંગ-Xi
    રાજસ્થાન રોયલ્સ: મનન વોહરા, સંજુ સેમસન, ડેવિડ મિલર, જોસ બટલર, શિવમ દુબે, રાયન પરાગ, રાહુલ તેવાતીયા, ક્રિસ મોરિસ, ચેતન સાકરીયા, જયદેવ ઉનાડકટ અને મુસ્તફિઝુર રહેમાન

    દિલ્હીની કેપિટલ્સ: પૃથ્વી શો, શિખર ધવન, ઋષભ પંત, અજિંક્ય રહાણે, માર્કસ સ્ટોઇનિસ, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન, લલિત યાદવ, કાગીસો રબાડા, ટોમ કારેન અને આવેશ ખાન.
    Published by:kuldipsinh barot
    First published:April 15, 2021, 21:09 pm

    ટૉપ ન્યૂઝ