ધોનીએ IPLમાંથી નિવૃત્તિ લેવા પર કહી દિલની વાત, જાણો અંતિમ મેચ ક્યાં રમવાની છે ઇચ્છા

ધોનીએ 15 ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી

IPL 2021- એમએસ ધોનીએ ઇન્ડિયા સિમેન્ટ્સના 75 વર્ષ પૂરા થવા પર પ્રશંસકો સાથે વાતચીત દરમિયાન આ વાત કહી

 • Share this:
  નવી દિલ્હી : મહેન્દ્રસિંહ ધોનીની (Mahendra Singh Dhoni)ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings)આઈપીએલ-2021ની (IPL-2021) પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ગત સિઝનમાં ટીમ CSK પ્રથમ વખત નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન મેળવી શકી ન હતી. તે સમયથી લઇને ધોનીની (MS Dhoni)નિવૃત્તિની વાત ચાલી રહી છે. જોકે હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટને પોતાની નિવૃત્તિને લઇને મોટું નિવેદન કર્યું છે. ધોનીએ (Dhoni)કહ્યું કે તે પોતાનો અંતિમ મુકાબલો ચેન્નાઇમાં (Chennai)રમવા માંગે છે. આવામાં તે આગામી સિઝન પણ રમશે તે નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે ધોનીએ 15 ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

  એમએસ ધોનીએ ઇન્ડિયા સિમેન્ટ્સના 75 વર્ષ પૂરા થવા પર પ્રશંસકો સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી. ધોનીએ કહ્યું હતું કે જ્યારે વિદાયની વાત આવે છે તો તમે આવી શકો છો અને મને સીએસકે તરફથી રમતા જોઈ શકો છો. તમને મને વિદાય આપવાની તક મળશે. આશા છે કે અમે ચેન્નાઇમાં આવીશું અને પોતાની અંતિમ મેચ રમીશ. બધા પ્રશંસકોને પણ મળીશું. 2019 પછી ધોની ચેન્નાઇમાં રમી શક્યો નથી. ગત સિઝનની બધી મેચો યૂએઈમાં રમાઇ હતી. જ્યારે વર્તમાન સિઝનની શરૂઆતની 29 મેચો ભારતમાં રમાઇ હતી પણ કોઇપણ ટીમને ઘરેલું મેદાનમાં રમવાની તક મળી ન હતી.

  આ પણ વાંચો - IPLની આ એન્કરની સુંદરતાએ અનેક ચાહકોને ક્લીન બોલ્ડ કર્યા, જાણો ખુબસુરત એન્કર વિશે બધું જ

  સીએસકેને અપાવી ચૂક્યો છે 5 ટ્રોફી

  એમએસ ધોની પોતાની કેપ્ટનશિપમાં સીએસકેને 5 ટી-20 ટાઇટલ અપાવી ચૂક્યો છે. જેમાં 3 આઈપીએલ ટાઇટલ અને 2 ટી-20 ચેમ્પિયન્સ લીગના ટાઇટલ સામેલ છે. જોકે ટીમ 2018 પછી કોઇ ટી-20 લીગની ટ્રોફી જીતી શકી નથી. આવામાં આ વખતે ધોની ટીમને જીત અપાવવામાં પૂરો દમ લગાવશે. આઈપીએલ પછી ધોની આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં મેન્ટોર તરીકે ટીમ ઇન્ડિયાની મદદ કરતો જોવા મળશે.

  આઈપીએલ-2021માં 18 પોઇન્ટ સાથે બીજા સ્થાને

  આઈપીએલની વર્તમાન સિઝનમાં પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સની ટીમ 20 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. જ્યારે ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમે 13માંથી 9 મેચ જીતી છે અને 18 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. આ સિવાય આરસીબી પણ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ચોથી ટીમ માટે જંગ છે.
  Published by:Ashish Goyal
  First published: