નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021) ની 32 મી મેચમાં રાજસ્થાન રોયલ્સે (Rajsthan Royals) પંજાબ કિંગ્સ (punjab kings)ને 2 રનથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સને 186 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેમાં છેલ્લી ઓવરમાં પંજાબને માત્ર 4 રન બનાવવાના હતા, પરંતુ છતાં કેએલ રાહુલની ટીમ મેચ 2 રને હારી થઈ હતી. રાજસ્થાનની જીતનો હીરો કાર્તિક ત્યાગી હતો, જેણે છેલ્લી ઓવરમાં માત્ર 1 રન આપીને બે વિકેટ ઝડપી હતી. છેલ્લી ઓવરમાં કાર્તિક ત્યાગીએ નિકોલસ પૂરણ અને દીપક હુડ્ડાને આઉટ કર્યા અને છેલ્લા બોલ પર તેણે ફેબિયન એલનનો બોલ ડોટ કરીને પોતાની ટીમને ચમત્કારિક વિજય અપાવ્યો હતો. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે 8 મેચમાં 8 પોઇન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબરે પહોંચી ગઈ છે. આ સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબની 9 મેચમાં આ છઠ્ઠી હાર છે.
IPL 2021 PBKS vs RR Live Score:
19મી ઓવરમાં દિપક હુડ્ડા પણ શૂન્ય રન કરીને આઉટ થયો અને મેચ ગુમવી છેલ્લા બોલમાં 3 રન કરવાના હતા. ્અને અંતે રાજસ્થાનો રોયલ વિજય થયો હતો.
19મી ઓવરમાં નિકોલસ પૂરન 32 રન કરીને આઉટ થયો હતો.
13મી ઓવરમાં મયંક અગ્રવાલ 67 રન કરીને આઉટ થયો હતો. ત્યારે સ્કોર 126/2 હતો
11મી ઓવરમાં 49 રન કરીને કે.એલ રાહુલ આઉટ થયો હતો.
મયંક અગ્રવાલે ફિફ્ટી ફટકારી હતી જેથી પંજાબની ટીમને મજબૂત શરૂઆત મળી હતી.
પંજાબની ટીમે જોરદાર શરૂઆત કરી હતી.
19મી ઓવરમાં ત્યાગી અને સાકરિયા અર્શદીપનો શિકાર બન્યા હતા, અર્શદીપે 5 વિકેટ ઝડપી અને પંજાને જીત માટે 186 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
18મી ઓવરના પાંચમાં બોલ પર ક્રિસ મોરિસ 5 રન કરીને આઉટ થયો હતો.
18મી ઓવરના પ્રથમ બોલ પર તેવટિયા 2 રન કરીને આઉટ થયો હતો.
17મી ઓવરના બીજા બોલ પર મહિપાલ લોમરોર 43 રન કરીને આઉટ થયો હતો.
16મી ઓવરના ત્રીજા બોલ પર રિયાન પરાગ 4 રન કરી મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો.
14મી ઓવરમાં યશસસ્વી જયસ્વાલ 49 રન કરીને આઉટ થયો હતો.
11મી ઓવરના પાંચમાં બોલ પર લિવિગ્સટન 25 રન કરીને આઉટ થયો હતો.
11 ઓવરમાં રાજસ્થાનનો સ્કોર 100 રનને પાર કરી ગયો હતો.
7મી ઓવરના પ્રથમ બોલ પર ઈશાન પોરેલના બોલ પર રાજસ્થાનનો કેપ્ટન સંજુ સેમસન આઉટ થયો હતો.
લુઈસ 5મી ઓવરના અર્શદીપના ત્રીજા બોલ પર 36 રન કરીને આઉટ થયો હતો.
રાજસ્થાનના ઓપનિંગ બેટ્સમેનોએ જોરદાર બેટિંગ કરી અને ટીમમનો સ્કોર 5 ઓવરમાં 5 રન કરી દીધો હતો.
પંજાબે પહેલા ટોસ જીતીની પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને રાજસ્થાનને બેટિંગ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
ટોસ જીત્યા બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે વિકેટ નવી લાગે છે. કેવી રીતે રમવું તે ખબર નથી. મને આ વિકેટ પર ટાર્ગેટનો પીછો કરવો ગમશે. દુબઈમાં રહેવું સારું લાગે છે. અમને છેલ્લી વખત અહીં રમવાનો સારો અનુભવ થયો હતો. ટીમના ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા બાદ અહીં આવી રહ્યા છે. અમે બધા ખેલાડીઓ છીએ અને ટુર્નામેન્ટની તૈયારી માટે અમારું શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે. આ મેચમાં નિકોલસ પૂરણ, એડેન માર્કરમ, આદિલ રશીદ અને ફેબિયન એલન રમી રહ્યા છે. માર્કરમ ત્રીજા નંબરે બેટિંગ કરશે. કમનસીબે ક્રિસ ગેલ રમી રહ્યો નથી.