IPL 2021, DC vs SRH : દિલ્હીએ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં DC નંબર 1

દિલ્હીએ મેચ જીતીને પોઈન્ટ ટેબલ પર ટોપનું સ્થાન મેળવી લીધું છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 33 મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals vs Sunrisers Hyderabad) અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં પહેલા હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરાવાનો નિર્ણય કર્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 33 મી મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને (DC vs SRH) 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 134 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 17.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સ તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ અણનમ 47 રન બનાવ્યા હતા. ધવને 42 અને કેપ્ટન રિષભ પંતે અણનમ 35 રન બનાવ્યા હતા. આ સિવાય દિલ્હીના બોલરોએ અદભૂત પ્રદર્શન કર્યું. કાગિસો રબાડાએ 3 વિકેટ લીધી હતી. નોરખીયા અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી. નોરખીયાએ 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષરે પણ માત્ર 21 રન આપ્યા હતા.

    IPL 2021, DC vs SRH LIVE Updates

    • 10મી ઓવરના પાંચમાં બોલ પર શિખર ધવન પણ 42 રન કરીને આઉટ થયો હતો પરંતુ તે સમયે સ્કોર 72-2

    • બીજી ઓવરના પાંચમાં બોલ પર પૃથ્વી શો 11 રન કરીને આઉટ થયો હતો.

    • ઈનિંગના છેલ્લા બોલ પર સંદિપ શર્મા રન આઉટ થયો અને દિલ્હીને 135 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

    • 19મી ઓવરના ચોથા બોલ પર રાશિદ ખાન 22 રન કરીને આઉટ થયો હતો.

    • 18મી ઓવરમાં હૈદરાબાદની સાતમી વિકેટ પડી અબ્દુલ સમાદ 28 રન કરીને આઉટ થયો હતો.

    • 15મી ઓવરના પહેલા બોલ પર જેસન હોલ્ડર 10 રન કરીને આઉટ થયો હતો.

    • 13મી ઓવરમાં કેદાર જાદવ 3 રન કરીને આઉટ થયો હતો.

    • 10મી ઓવરના પહેલા બોલ પર મનીષ પાંડે પણ 17 રન કરીને રબાડાનો શિકાર બન્યો હતો.

    • 9મી ઓવરમાં હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સન 18 ર ન કરીને અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. 

    • 5મી ઓવરમાં રિદ્ધિમાન સાહા પણ 18 રન કરીને રબાડાના બોલ પર આઉટ થયો હતો.

    • મેચ શરૂ થયાના ત્રીજા જ બોલ પર ડેવિડ વોર્નર શૂન્ય રન કરીને અક્ષર પટેલના હાથે કેચ આઉટ થયો હતો.

    • દિલ્હી કેપિટલ્સની ટીમમાં પૂર્વ કેપ્ટન શ્રેયસ ઐયરની વાપસી થઈ છે.

    • હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


    હૈદરાબાદના ખેલાડીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ 

    દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની સામે મેચ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisres Hyderabad)નો એક ખેલાડી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી અને હૈદરાબાદ (DCvsSRH) ની વચ્ચે આજે સાંજે 7.30 વાગ્યે દુબઈમાં 33મી આઈપીએલ મેચ રમાશે. બીસીસઆઈ (BCCI)ની જાહેરાત અનુસાર, ટીમના ફાસ્ટ બોલર ટી નટરાજન (T Natrajan)નો આરટી-પીસીઆર ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેના કારણે ટીમના બાકીના 7 સભ્યોને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

    મહત્વનું છે કે, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના નટરાજન અને સપોર્ટ સ્ટાફ સહિત કુલ 7 લોકોને આઈસોલેટમાં મોકલવામાં આવ્યા છે. જેમાં ઓલરાઉન્ડર વિજય શંકર, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝિયો શ્યામ સુંદર, ડો.અંજના, લોજિસ્ટિક્સ મેનેજર તુષાર ખેડકર અને નેટ બોલર પી ગણેશનનો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ સમય અનુસાર થશે. હૈદરાબાદના ખેલાડીઓની RT-PCR ટેસ્ટ સવારે 5 વાગ્યે કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ટીમ નેગેટિવ આવી હતી.

    આ છે બંન્ને ટીમોના પ્લેઈંગ ઈલેવન

    દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન - પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત, માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, આર અશ્વિન, કાગિસો રબાડા, એનરિક નોરખીયા અને આવેશ ખાન.

    સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન:  ડેવિડ વોર્નર, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, મનીષ પાંડે, જેસન હોલ્ડર, અબ્દુલ સમાદ, કેદાર જાધવ, રાશીદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા અને ખલીલ અહમદ.
    Published by:kuldipsinh barot
    First published: