IPL 2021 CSK vs MI: મુંબઈ સામેની મેચમાં ચેન્નાઈનો 20 રને વિજય, પોઈન્ટ ટેબલમાં નંબર વન

ચેન્નાઈની ટીમે મુંબઈની ટીમને 20 રને માત આપી હતી.

Chennai Super Kings (CSK) vs Mumbai Indians (MI) IPL 2021, Live Cricket Score: IPL 2021ની 30 મી મેચ દુબઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (CSK vs MI) વચ્ચે રમાઈ રહી છે.

  • Share this:
    નવી દિલ્હી: કોરોના મહામારીને (Corornavius) કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2021)નું પ્રથમ ચરણ મે મહિનામાં થંભી ગયુ હતું. હવે 140 દિવસના વિરામ બાદ UAEમાં આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં IPLની રવિવારે મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) 20 રનથી મુંબઈની (Mumbai Indians) ટીમમે હાર આપી છે.  CSKએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 156 રન કર્યા હતા. જેના જવાબમાં MI 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને માત્ર 136 રન જ કરી શકી હતી. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા અનફિટ હોવાને કારણે તેની ગેરહાજરીમાં કિરોન પોલાર્ડ ટીમનો કેપ્ટન રહ્યો હતો.

    LIve Update 

    • 14મી ઓવરમાં કૃણાલ પંડ્યા 4 રન કરીને આઉટ થયો હતો.

    • મુંબઈ ઈન્ડિયન્સની પાંચમી વિકેટ તરીકે પોલાર્ડને આઉટ થયો તેણે 15 રન કર્યા હતા.

    • ટાઈમ આઉટ બાદ ડેવેન બ્રાવો બોલિંગ કરવા માટે આવ્યો અને તેની ઓવરના બીજા બોલ પર કિશન 11 રન કરીને આઉટ થયો હતો.

    • સૂર્યકુમાર યાદવ પણ 3 રન કરીને આઉટ થયો હતો.

    • ચેન્નાઈની પ્રથમ સફળતા ડિકોકના રૂપમાં મળી દિપક ચાહરને વિકેટ ઝડપી હતી.

    • ઋતુરાજ ગાયકવાડની શાનદાર બેટીંગ થકી ચેન્નાઈની ટીમે 157 રન કર્યા હતા.

    • જાડેજાએ 26 રન કરી જસપ્રીત બુમરાહના બોલ પર થયો આઉટ

    • મુંબઈના ઝડપી બોલર એડમ મિલને અને ટ્રેન્ટ બોલ્ટે પાવરપ્લેમાં ખતરનાક બોલિંગ કરી છે. મિલ્ને ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને છઠ્ઠી ઓવરમાં ત્રણ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો. 6 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર - 24/4

    • ચેન્નઈને ત્રીજો મોટો આંચકો મળ્યો છે. અંબાતિ રાયડુ એડમ મિલ્નેના બોલ પર ઈજાગ્રસ્ત થઈને પેવેલિયન પરત ફર્યો હતો. સુરેશ રૈના તેની જગ્યાએ બેટિંગ કરવા આવ્યો છે. અને તરત જ આઉટ થયો હતો.

    • ડુપ્લેસી આઉટ થતા મોઈન અલી પણ આઉટ થયો તેણે પણ 0 રન કરીને પવેલિયન ભેગો થયો હતો. મુંબઈની ટીમને સારી શરૂઆત મળી છે.

    • ચેન્નાઈની ટીમને પ્રથમ ઝટકો ડુપ્લેસીના રૂપમાં લાગ્યો હતો તે શૂન્ય રન કરીને આઉટ થયો હતો, મુંબઈ તરફથી ટ્રેન્ટ બોલ્ટને પ્રથમ વિકેટ મળી હતી.

    • અનમોલપ્રીત સિંહ મુંબઈ તરફથી ડેબ્યુ કરી રહ્યો છે. પંજાબના આ 23 વર્ષીય બેટ્સમેનનો ફર્સ્ટ ક્લાસ મેચમાં જબરદસ્ત રેકોર્ડ છે. જમણા હાથના બેટ્સમેને 27 ફર્સ્ટ ક્લાસ મેચમાં 44 ની સરેરાશથી 1691 રન બનાવ્યા છે. તેના નામે 5 સદી અને આઠ અડધી સદી છે.

    • પહેલા ટોસ જીતીને ઘોનીએ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.


    ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super kings): આઈપીએલની સૌથી સફળ ટીમોમાંની એક, એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે 7 માંથી 5 મેચ જીતી, જ્યારે 2 મેચ હારી. CSK 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. CSKની નેટ રન રેટ 1.263 છે.

    મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians): IPL ના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ અને 5 વખતની ચેમ્પિયન મુંબઈ 7 માંથી 4 જીત અને 3 હાર મેળવી ચોથા સ્થાને છે. તેની પાસે કુલ 8 ગુણ છે. રોહિત શર્માની ટીમનો નેટ રન રેટ 0.062 છે.

    બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

    મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) - અનમોલપ્રીત સિંહ, ક્વિન્ટન ડી કોક (wk), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કિરન પોલાર્ડ (c), સૌરભ તિવારી, કૃણાલ પંડ્યા, એડમ મિલને, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

    ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super King) - ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસીસ, અંબાતી રાયડુ, મોઇન અલી, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (c & wk), શાર્દુલ ઠાકુર, ડ્વેન બ્રાવો, દીપક ચહર, જોશ હેઝલવુડ
    Published by:kuldipsinh barot
    First published: