KKR vs RCB Match Cancelled: વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરીયર કોરોના સંક્રમિત, આજની મેચ રદ

  • Share this:
    નવી દિલ્લી: કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)અને રોયલ ચેલેન્જર બેંગ્લોર (RCB)ની વચ્ચે આજે સાંજે રમાવનારી 30મી મેચ સ્થાગિત કરી દેવામાં આવી છે. અને આ સાથે હવે આઇપીએલ પર પણ સંકટના વાદળો છવાઇ ગયા છે. જે કોરોના વાયરસને (Coronavirus)થી ભારત સહિત સમગ્ર દુનિયા લડી રહી છે. તે આઇપીએલના કડક બાયોબબલની અંદર પણ ધૂસી ગયો છે. કેકેઆરના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે.

    મળતી માહિતી અનુસાર, પેટ કમિન્સ સહિત કોલકાતા ટીમના ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ બીમાર છે. તેથી, મેનેજમેન્ટે બાકીના લોકોને અલગ પાડ્યા છે. આ કારણોસર, આરસીબી સામેની મેચ મુલતવી રાખી શકાય છે. એક એએનઆઈના અહેવાલ મુજબ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોનાની પકડમાં છે અને હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ કેકેઆર સામે મેદાન ઉતરતા ડરી રહી છે.



    બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે વરૂણ અને સંદીપ કોરોના પોઝીટિવ હોવાનું જાણવા મળ્યું છે અને સોમવારે મેચ મુલતવી રાખી શકાય છે. આ સિઝનમાં કોલકાતાનું પ્રદર્શન સારું રહ્યું નથી. ટીમ પોઇન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. અત્યાર સુધી, કેકેઆર 7 મેચમાંથી ફક્ત બે મેચ જીતી છે, જ્યારે તેને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે છેલ્લી ચાર મેચમાંથી ત્રણ મેચ હારી છે.

    IPL 2021: મયંક અગ્રવાલની કેપ્ટન તરીકે પહેલી મેચમાં રેકોર્ડ ઈનિંગ, ટીમના 60% રન બનાવ્યા


    એવું માનવામાં આવે છે કે ચક્રવર્તી સત્તાવાર ગ્રીન ચેનલ દ્વારા તેના ખભાને સ્કેન કરવા માટે આઈપીએલ બાયો બબલમાંથી બહાર આવ્યો હતો અને સંભવત આ સમય દરમિયાન તે વાયરસની લપેટમાં આવી ગયો હતો. દેશમાં વધી રહેલા કોરોના કેસને કારણે બીસીસીઆઇએ થોડા દિવસો પહેલા આઈપીએલમાં સામેલ ખેલાડીઓ માટે બાયો બબલ કડક બનાવ્યો હતો. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ દ્વારા દર બીજા દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે પહેલા દર પાંચ દિવસમાં કોરોના પરીક્ષણ કરવામાં આવતું હતું.
    Published by:kuldipsinh barot
    First published: