IPL 2021: પોલાર્ડની 200 સિક્સ પૂર્ણ, સિઝનની સૌથી લાબી સિક્સર પણ ફટકારી

IPL 2021: પોલાર્ડની 200 સિક્સ પૂર્ણ, સિઝનની સૌથી લાબી સિક્સર પણ ફટકારી

  • Share this:
    નવી દિલ્હી: પોલાર્ડ (Kieran Pollard)એ આઇપીએલ(IPL 2021)ની નવમી મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ટી-20 લીંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવામાં છઠ્ઠા સ્થાને પહોચ્યો છે. પોલાર્ડે હૈદરાબાદ સામેની મેચમાં 35 રનની ઈનિંગ રમી હતી. તેણે 22 બોલનો સામનો કરીને 1 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. મુંબઇએ પહેલા બેટીંગ કરતા 5 વિકેટના નુકશાને 150 રન કર્યા હતા.

    ક્રિસ ગેલ આઈપીએલમાં સૌથી વધુ સિક્સરમાં ટોચ પર છે. તેણે અત્યાર સુધીમાં 351 સિક્સર ફટકારી છે. પોલાર્ડ અને વિરાટ કોહલી બંનેએ 201 સિક્સર ફટકારી છે. જોકે પોલાર્ડ ઓછી મેચ રમવાના કારણે કોહલીથી આગળ છે. પોલાર્ડે આ કામગીરી 167 મેચોમાં કરી છે જ્યારે કોહલીએ 194 મેચોમાં આ પ્રદર્શન કર્યું છે. આ સિવાય એબી ડી વિલિયર્સે 237, રોહિત શર્માએ 217 અને મહેન્દ્રસિંહ ધોનીએ 216 સિક્સર ફટકારી છે.



    પોલાર્ડ સિઝનના સૌથી લાંબી સિક્સર ફટકારી હતી

    પોલાર્ડે ઇનિંગ્સમાં 105 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. આ સિઝનમાં આ સૌથી લાંબી છે. પોલાર્ડે 17મી ઓવરના પહેલા બોલ પર આ સિક્સર ફટકારી હતી. બોલિંગમાં ઓફ સ્પિનર ​​મુજીબ રહેમાન હતો. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ગ્લેન મેક્સવેલ પાસે સૌથી લાંબી સિક્સરનો રેકોર્ડ હતો. તેણે 100 મીટર સિક્સર ફટકારી હતી. આ સિવાય મુંબઇના સૂર્યકુમાર યાદવે 99 મીટરની સિક્સ ફટકારી હતી.

    મુંબઈનો કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહીં

    સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. જોકે, ટીમનો કોઈ પણ ખેલાડી અડધી સદી ફટકારી શક્યો ન હતો. વિકેટકીપર બેટ્સમેન ક્વિંટન ડી કોકે 40 અને પોલાર્ડે અણનમ 35 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ પણ 32 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી વિજય શંકર અને મુજીબ ઉર રેહને 2-2 વિકેટ લીધી હતી, જ્યારે ખલીલ અહેમદે એક વિકેટ લીધી હતી.
    Published by:kuldipsinh barot
    First published:April 17, 2021, 23:04 pm