IPL 2021: બટલર આઇપીએલમાં સદી ફટકારનાર 20મો વિદેશી, કરિયરમાં પ્રથમ સદી

IPL 2021: બટલર આઇપીએલમાં સદી ફટકારનાર 20મો વિદેશી, કરિયરમાં પ્રથમ સદી

  • Share this:
    નવી દિલ્લી: જોસ બટલર (Jos Buttler)એ આઇપીએલ 2021 (IPL 2021)ની હાલની સિઝનમાં પહેલી 6 મેચમાં સારી બેટીંગ કરવામાં અસફળ રહ્યો હતો પરંતુ રાજસ્થાન સામેની મેચમાં (SRH vs RR) બટલર ધમાકેદાર બેટીંગ કરતો જોવા મળ્યો હતો. તેણે ટી-20માં કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 64 બોલમાં 124 રન કર્યા જેમાં 11 ફોર અને 8 સિક્સનો સમાવેશ થાય છે. આ આઇપીએલનો સૌથી મોટો સ્કોર છે. બટલર સંજૂ સેમસન અને દેવદત્ત પડિક્કલ બાદ બાદ સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.

    આ પહેલા 6 મેચમાં બટલ રનું પ્રદર્શન સારુ રહ્યું ન હતું. પરંતુ ટીમમાં માત્ર 4 વિદેશી ખેલાડી રમાવડવાના હોવાથી તેને ટીમમાં સ્થાન મળી રહ્યું છે. બટલરને ટી-20માં સૌથી ખતરનાક ખેલાડી માનવામાં આવે છે. ગત સિઝનમાં તેણે 13 મેચમાં માત્ર બે વાર ફિફ્ટી મારી હતી. જેમાં તેણે 33ની એવરેજથી 328 રન બનાવ્યા હતા જેમાં તેના સૌથી શ્રેષ્ટ 70 રન હતા.



    56 બોલમાં 10 ફોર અને 5 સિક્સ મારી લગાવી સદી

    ઈંગ્લેન્ડના જોસ બટલરની ઈનિંગની વાત કરીએ તો તેણે 56 બોલમાં 5 સિક્સ અને 10 ફોરની મદદથી સદી પૂર્ણ કરી હતી. આ પહેલા હૈદરાબાદ સામેની મેચમાં તેનું સારુ પ્રદર્શન રહ્યું નથી તેણે 8 ઈનિંગમાં 77 બોલમાં 73 રન કર્યા હતા પરંતુ 9મી ઈનિંગમાં સદી ફટકારીને શાનદાર રીતે હિસાબ બરાબર કર્યો હતો. મહત્વનું છે કે, ઈનિંગની શરૂઆતમાં બટલર ધીમી ગતીએ બેટીંગ કરી રહ્યો હતો. આ સિવાય કેપ્ટન સેમસને પણ 48 રન કર્યા હતા.

    282મી ટી-20 મેચમાં પહેલી સદી

    જોસ બટલરના ઓવરઓલ કરિયરની વાત કરીએ તો 282મી મેચમાં તેણે સદી ફટકારી હતી. તેનો શ્રેષ્ટ સ્કોર 95 રનનો છે. તેના કરિયરમાં તેણે 46 ફિફ્ટી પણ ફટકારી હતી. હૈદરાબાદ સામેની મેચમાં તેણે પસદી ફટકારીને કરિયરની પહેલી સદી ફટકારી હતી. જેમાં તેની સ્ટ્રાઇક રેટ 145થી રન કર્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો બટલરે 79 મેચમાં 12 ફિફ્ટી સાથે 1723 રન બનાવ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:May 02, 2021, 18:19 pm