Home /News /sport /IPL2021: સતત ફ્લોપ રહેતો મેક્સવેલ અચાનક કેવી રીતે બન્યો મેચ વિનર, ગૌતમ ગંભીરે આપ્યું કારણ

IPL2021: સતત ફ્લોપ રહેતો મેક્સવેલ અચાનક કેવી રીતે બન્યો મેચ વિનર, ગૌતમ ગંભીરે આપ્યું કારણ

નવી દિલ્લી: આરસીબીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ની 14મી સીઝનમાં સારી શરૂઆત કરી છે. ટીમ પ્રથમ બે મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ નંબર પર છે. આરસીબી જીતમાં તેના 14.25 કરોડના ખેલાડી ગ્લેન મેક્સવેલે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મુંબઈ સામે મેક્સવેલે 28 બોલમાં 39 રન બનાવ્યા, જ્યારે હૈદરાબાદ સામે તેને 41 બોલમાં 59 રન બનાવ્યા. લીગ શરૂ થાય તે પહેલાં, ચાહકો મોટી રકમના મેક્સવેલને ખરીદવા માટે આરસીબીને ટ્રોલ કરી રહ્યા હતા, પરંતુ હવે આ ખેલાડીએ ટીમના નિર્ણયને સાચો સાબિત કરી દીધો છે. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને પણ મેક્સવેલની પ્રશંસા કરી છે અને તેમને બદલાયેલ ખેલાડી તરીકે ગણાવ્યા છે.

ગૌતમ ગંભીરએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આરસીબી માટે મેક્સવેલના રન મહત્વપૂર્ણ છે કારણ કે, તેમનામાં ઘણો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. મેક્સવેલને સારું પ્રદર્શન કરવું પડશે. સારી વાત એ છે કે, તેઓ સારી શરૂઆત કરી છે. તેણે પ્રથમ દાવથી લય જાળવ્યો છે.

મેક્સવેલ હૈદરાબાદ સામે અલગ જ અંદાજમાં જોવા મળ્યો

ગૌતમ ગંભીરએ કહ્યું કે, ગ્લેન મેક્સવેલે હૈદરાબાદ સામે ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. તેણે કહ્યું, 'હૈદરાબાદ સામેની મેચમાં સરળ પિચ નહોતી અને તેણે રાશિદ ખાન સામે સારી બેટિંગ કરી હતી. મેક્સવેલે રાશિદ સામે કોઈ જોખમ લીધું ન હતું, જે ખૂબ મહત્વનું છે. મેક્સવેલ અંત સુધી રમ્યો હતો. તે સારી વાત છે. ' ગ્લેન મેક્સવેલે ચેપોંકની પીચ પર 3 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. જે પીચ પર આરસીબીના અન્ય બેટ્સમેનોને રન બનાવવામાં મુશ્કેલી આવી રહી હતી, મેક્સવેલનો સ્કોર કરવો એ ટીમ માટે ખુશખબર છે. જણાવી દઈએ કે, મેક્સવેલે બે મેચોમાં 98 રન બનાવ્યા છે અને જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધે છે તેમ તેમ વિરોધીઓ માટે તે વધુ જોખમી બની શકે છે.
First published:

Tags: Glenn Maxwell, Ipl 2021, ક્રિકેટ ન્યૂઝ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો